District

17 વર્ષનો કિશોર બે વ્યક્તિઓને નવજીવન આપી ગયો

17 વર્ષનો કિશોર બે વ્યક્તિઓને નવજીવન આપી ગયો

- માર્ગ અકસ્માતમાં બ્રેઈન ડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા દીકરાની બંને કિડનીનું દાન કરાયું

- ચાર દિવસ જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડ્યા બાદ 17 વર્ષનો કિશોર બેઈન ડેડ જાહેર કરાયો

અમદાવાદ, સોમવાર

  અમદાવાદ સિવિલમાં ખોરજ ગામનો 17 વર્ષનો કિશોર માનવતાની મહેક પ્રસરાવીને આ ફાની દુનિયાને અલવિદા કરી ગયો. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા બાદ ચાર દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા આ કિશોરને તબીબો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો. કિશોરના પરિવારે મૃત્યુને પણ મહેકાવવાનો નિર્ણય કર્યો અને પોતાના વ્હાલસોયા દીકરાની બંને કિડનીનું દાન કર્યું.

  ખોરજમાં રહેતા 17 વર્ષના પૃથ્વીરાજસિંહ રાઠોડને 10 મી ઓક્ટોબરે ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પૃથ્વીરાજસિંહને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો પૃથ્વીરાજસિંહને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ ગયા હતા. જ્યાં સઘન સારવાર બાદ પણ તબિયતમાં સુધારો થયો ન હતો અને તબીબો દ્વારા પૃથ્વીરાજસિંહને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. એક તરફ દીકરાના મૃત્યુનો આઘાત હતો અને બીજી તરફ દીકરાના આ મૃત્યુને સમાજ માટે એક ઉદાહરણરૂપ બનાવીને માનવતાની મહેક પ્રસરાવવાનો પરિવારનો ધ્યેય હતો. અંતે આ કપરા સમયમાં પણ પરિવારે હિંમત દાખવી હતી અને પુત્રના મૃત્યુને સ્વીકારી લઈને અન્યને જીવત દાન મળે તે આશયથી તેની બંને કિડનીનું દાન કર્યું હતું. પૃથ્વીરાજસિંહના પિતા ધર્મેન્દ્રસિંહ રાઠોડને તબીબો દ્વારા અને અંગદાનની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વોલેન્ટીયર્સ દ્વારા અંગદાનની સમજ આપવામાં આવી હતી. જેનાથી પ્રેરાઈને તેમણે પોતાના દીકરાના બે કિંમતી અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 137 અંગદાનમાં 437 અંગો મળ્યા છે. જેના થકી 420 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

17 વર્ષનો કિશોર બે વ્યક્તિઓને નવજીવન આપી ગયો