National
મધ્યપ્રદેશની એ 7 ગેમ ચેન્જર બેઠકો
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
3, October 2023
- આ સાત બેઠકોને કારણે કમલનાથે બાજી મારી હતી
- કઈ છે આ ગેમચેન્જર બેઠકો ?
સૌથી મહત્વનો બદલાવ જોવા મળ્યો હતો ગ્વાલિયર દક્ષિણની બેઠક પર....આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પાઠકે ભાજપના નારાયણ કુશવાહાને માત્ર 121 મતોથી હરાવ્યા હતા. માત્ર 121 મતોથી!! પ્રવીણ પાઠકને કુલ 56369 વોટ મળ્યા, જ્યારે નારાયણ સિંહ કુશવાહાને 56248 વોટ મળ્યા હતા.તો આવું જ સુવાસરા બેઠક પર પણ જોવા મળ્યું હતું... આ બેઠક પર માત્ર 350 મતોથી હારૃજીત નક્કી થઈ. બીજી બેઠક કે જેના પર મતોનો તફાવત ઓછો હતો તે સુવાસરા બેઠક હતી. જ્યાં કોંગ્રેસના તત્કાલીન ઉમેદવાર હરદીપ સિંહ ડુંગે ભાજપના ઉમેદવાર ચંપાલાલ આર્યને માત્ર 350 મતોથી હરાવ્યા હતા. જો કે બાદમાં રાજ્યમાં ઉથલપાથલ બાદ હરદીપસિંહ ડાંગ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ જ પ્રમાણે જબલપુર ઉત્તર બેઠક પર ભાજપ માત્ર 578 મતોથી પાછળ રહી ગયું હતું. આ બેઠક પરથી ભાજપના શરદ જૈન માત્ર 578 મતોથી ચૂંટણી હાર્યા હતા. તેઓ કોંગ્રેસના વિનય સક્સેનાની સામે હાર્યા હતા. આવી જ રીતે કોંગ્રેસે છત્તરપુરની રાજનગર બેઠક પરથી 732 મતોથી ચૂંટણી જીતી હતી. રાજનગર બેઠક પર કોંગ્રેસના વિક્રમ સિંહે ભાજપના અરવિંદ પટેરિયાને માત્ર 732 મતોથી હરાવ્યા હતા. તેઓ સતત ચોથી વખત ચૂંટણી જીત્યા.
આ ઉપરાંત દમોહ બેઠક પર માત્ર 798 મતોએ હારૃજીત નક્કી કરી હતી. દમોહ બેઠક પર 2018માં કોંગ્રેસનો વિજય થયો હતો. અહીં કોંગ્રેસના રાહુલ સિંહ ચૂંટણી જીત્યા હતા, જોકે હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, એટલું જ નહીં ભાજપની ટિકિટ પરથી પેટાચૂંટણી હારી ગયા છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં વધુ એક બેઠક ગેમ ચેન્જર બની હતી. આ બેઠક હતી બિયારા. અહીં 826 મતોથી હાર-જીત નક્કી થઈ. કોંગ્રેસના ગોવર્ધન ડાંગીએ બિયારા બેઠક પરથી માત્ર 826 મતોથી ચૂંટણી જીતી હતી. આ બેઠક અગાઉ ભાજપ પાસે હતી, જે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે કબજે કરી હતી. તો રાજપુર બેઠક પર પણ ભાજપને માત્ર 932 મતોથી હારનું મોં જોવું પડ્યું હતું. કોંગ્રેસના બાલા બચ્ચન આ બેઠક પર જીત્યા હતા. આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 1993થી અહીં કોંગ્રેસનું પ્રભુત્વ છે, 2013માં એકવાર માત્ર ભાજપને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. બાલા બચ્ચને આ સીટ માત્ર 932 વોટથી જીતી હતી. આ સાત સીટો સિવાય આ વખતે કોલારસ સીટનો મામલો પણ રસપ્રદ છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા વીરેન્દ્ર રઘુવંશી હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. 2018માં તેમણે કોંગ્રેસના મહેન્દ્ર રામસિંહ યાદવને માત્ર 720 મતોથી હરાવ્યા હતા.આમ આ આઠ બેઠકો એવી છે જે માટે કટ્ટર હરિફાઈ જોવા મળશે. સ્વાભાવિક છે કે, ભાજપ અને કોંગ્રેસે અહીં મરણિયો પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ આ બેઠકોનું ગણિત સમજવું રાજકીય નીરિક્ષકો માટે પણ અઘરૂ રહ્યું છે કારણ કે અહીંના મતદારોનું વલણ હંમેશા અકળ રહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો