Gujarat

એક હિન્દુસ્તાન જેમાં કોઈ કાયદો નથી, બીજું હિન્દુસ્તાન ગરીબોનું જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું : રાહુલ ગાંધી 

એક હિન્દુસ્તાન જેમાં કોઈ કાયદો નથી, બીજું હિન્દુસ્તાન ગરીબોનું જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું : રાહુલ ગાંધી 

- રાહુલ ગાંધીએ દાહોદથી ચૂંટણીનું રણશિંગૂં ફૂંક્યું : ગુજરાત મોડલ ઉપર આકરા પ્રહાર કર્યા 
- ગુજરાતમાં ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસીઓને તેમના હક્ક આપીશું તેવો વાયદો પણ કર્યો 

ગાંધીનગર, મંગળવાર

   કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ આજે દાહોદ ખાતેથી ચૂંટણીનું રણશિંગૂં ફૂંક્યું હતું અને આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાત મોડલ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ગુજરાતમાં આદિવાસીઓને તેમના હક્ક માટે લડવું પડે છે. આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવે છે અને આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે. ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બનશે તો આદિવાસીઓને તેમના હક્ક પાછા આપીશું તેવો હૂંકાર પણ કર્યો હતો. તેમણે આદિવાસીઓના હક્ક માટે લડવાનું વચન આપ્યું હતું અને જળ,જમીનનો અધિકાર આપવાનું પણ વચન આપ્યું હતું. રાજ્યમાં સરકારી સ્કૂલો અને સરકારી કોલેજાે ઉપર પણ નિશાન તાક્યું હતું. ૨૦૨૨માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે. અમે વચનો આપીએ છીએ તે પૂરા કરીએ છીએ તેવું પણ કહ્યું હતું. છત્તીસગઢ અને રાજસ્થાનમાં ખેડૂતોના દેવા માફ કર્યા હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. 

   રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી છે અને જેના ભાગરૂપે આજે દાહોદ ખાતે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહ્યા હતા અને તેમણે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં ગુજરાત મોડલ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણેે કહ્યું કે, દેશમાં બે હિન્દુસ્તાન છે જેમાં એક હિન્દુસ્તાનમાં કોઈ કાયદો નથી, બીજું હિન્દુસ્તાન ગરીબોનું છે જેમાં કોરોનામાં મરવા માટે દવાખાને જવું પડે છે. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોના મોત નિપજ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો તો આદિવાસીઓને જળ, જમીન અને જંગલના ફાયદો મળતો નથી તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાજ્યમાં સરકારી શાળાઓ અને સરકારી કોલેજાે બંધ થઈ ગઈ છે, અમે વાયદા કરવા માટે આવ્યા નથી પણ કામ કરી બતાવવા આવ્યા છીએ તેવો હૂંકાર પણ કર્યો હતો. આદિવાસી સમાજમાં સ્વાસ્થ્ય, પાણી, શિક્ષણ અને રોજગારના પ્રશ્નો યથાવત છે. રાજ્ય સરકાર આદિવાસી સમાજનો અવાજ સાંભળતી નથી. ગુજરાતમાં ખાનગીકરણ કરીને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવાય છે. ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસીઓને કંઈ જ આપવાની નથી. ગુજરાતમાં આંદોલન કરવા માટે પરમિશન લેવી પડે છે. આપણે હવે નવું ગુજરાત બનાવવું પડશે અને તે માટે લડત આપવી પડશે. રાહુલ ગાંધીએ સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો અને સત્યાગ્રહ એપને ખુલ્લી મૂકી હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

એક હિન્દુસ્તાન જેમાં કોઈ કાયદો નથી, બીજું હિન્દુસ્તાન ગરીબોનું જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું : રાહુલ ગાંધી