District

સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત

સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત

- લેઉવા પટેલના કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં નિર્માણ પામશે
- જેનું ભૂમિપૂજન 22મી ઓક્ટોબર અને આઠમના દિવસે થશે

પાટણ, બુધવાર 

  કાગવડ સ્થિત લેઉવા પટેલના કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં નિર્માણ પામશે. જેનું ભૂમિપૂજન 22મી ઓક્ટોબર અને આઠમના દિવસે થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ખોડલધામના ભૂમિપૂજનના આયોજન અંગે બેઠક મળી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં સામાજિક અગ્રણી અનારબેન પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેશે. આ સિવાય ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, NCPના નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ પાટણના સંડેર પાસે નિર્માણ પામશે. સાથે શૈક્ષણિક સંકુલ અને કૃષિ સંશોધન કેન્દ્ર પણ બનશે. લેઉવા પટેલના કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં નિર્માણ પામશે. 22મી ઓક્ટોબર અને આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુહૂર્ત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ખોડલધામના ખાતમુહૂર્તના આયોજન અંગે આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠક ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સીધી દેખરેખ હેઠળ આ સંકુલનું નિર્માણ થવાનું છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ તેમના 20 સભ્યોના ટ્રસ્ટી મંડળ સાથે સંકુલ માટે સૂચિત કરાયેલા સ્થળની અગાઉ મુલાકાત કરી ચૂક્યા છે. આ પહેલા પાટીદાર સમાજની એકતા માટે પાટીદાર સમાજની ટોચની બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામ કાગવડના ટ્રસ્ટીઓની ચિંતન બેઠક પણ થઈ ચૂકી છે. બાલીસણા સંડેર રોડ પર આવેલા મહાદેવ મંદિર નજીક પાટીદાર સમાજની ખોડલધામ સમિતિ દ્વારા 30 વીઘા જમીનમાં શૈક્ષણિક અને ધાર્મિક સંકુલ નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શૈક્ષણિક સંકુલ કૃષિ સંશોધન કેન્દ્ર અને ખોડલધામનું નિર્માણ થશે. મહેસાણા, ભાન્ડુ, બાલીસણા સહિત વિવિધ સ્થળોએ પાટીદાર સમાજ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત