District

હિંમતનગરમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ, જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું 

હિંમતનગરમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ, જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું 

- હિંમતનગરમાં આજે સ્વચ્છતા હી સેવા સપ્તાહ અંતગર્ત રેલીનું આયોજન કરાયું 
- સ્વચ્છતાની જાગૃતિના પ્લેકાર્ડ લઈને વિધાર્થીઓની રેલીને જિલ્લા કલેક્ટર નૈમેષ દવે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિંમતનગર, ગુરુવાર 

  બીજી ઓક્ટોબર એટલે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસ”આ દિવસને સ્વચ્છતા થકી જન આંદોલન દ્વારા સ્વચ્છતાની કામગીરીને “સ્વચ્છ ભારત દિવસ (SBD)” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી ના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ તથા સ્વચ્છ ભારત મિશન-શહેરી દ્વારા સંયુક્ત રીતે 15મી સપ્ટેમ્બરથી 15મી ઑક્ટોબર 2023 સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)”ની ઉજવણી થઈ રહી છે. હાલમાં સ્વચ્છતા હી સેવા સપ્તાહ ચાલી રહ્યું છે. ત્યારે આવતીકાલે હિંમતનગરમાં મેધા સફાઈ અભિયાન જે 6 ઓક્ટોમ્બરથી 10 ઓક્ટોમ્બર સુધી પાંચ દિવસ યોજાવવાનું છે. જેને લઈને હિંમતનગરના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને હોદ્દેદારો શહેરીજનોને મેધા સફાઈ અભિયાનમાં જોડાવવા અપીલ કરી રહ્યા છે.ત્યારે આજે હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા સપ્તાહ અંતગર્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે મેધા સફાઈ અભિયાનમાં શહેરજનોને જોડાવવા અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતાની જાગૃતિના પ્લેકાર્ડ લઈને વિધાર્થીઓની રેલીને જિલ્લા કલેક્ટર નૈમેષ દવે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

Embed Instagram Post Code Generator

  હિંમતનગરમાં આજે સ્વચ્છતા હી સેવા સપ્તાહ અંતગર્ત સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ હતી. ત્યારે હિંમતનગરમાં ગુરુવારે સવારે હિંમત હાઇસ્કૂલ ખાતેથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજના વિધાર્થીઓ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.  જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ જાગૃતિ રેલી બેનરો સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરી હિંમત હાઇસ્કૂલમાં પૂર્ણ થઇ હતી. રેલીમાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજના વિધાર્થીઓ સાથે શિક્ષકો જોડાયા હતા. એક કિમીથી વધુ લાંબી વિધાર્થીઓની જાગૃતિ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને જાગૃતિ ફેલાવતી ઉપરાંત આવતીકાલના મેધા સફાઈ અભિયાનમાં શહેરીજનોને જોડાવવા અપીલ કરી હતી. આ રેલી શહેરના માર્ગો પર ફરીને પરત હિંમત હાઇસ્કૂલમાં પૂર્ણ થઇ હતી. આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, હિંમત હાઇસ્કૂલના આચાર્ય સુરેશ પટેલ, હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત હોદ્દેદારો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો