District

ગ્રામ ભારતી સંસ્થાની આગવી વિશેષતા એટલે સ્વચ્છતાના સંસ્કાર

- પાટનગરના સાનિધ્યમાં એક સુંદર મજાની સંસ્થા ગ્રામભારતી ભારતના પરંપરાગત ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિને જીવંત રાખી સ્વછતાના સંદેશ દ્વારા એક સુંદર કાર્ય કરી રહી છે

- ઉગતી પેઢીને સ્વછતાના સંસ્કાર આપતી આ સંસ્થા

 

ગાંધીનગર, ગુરુવાર 

 ગાંધી વિચાર જ્યાં સતત ધબકે છે તેવા ગ્રામ ભારતી સંકુલના પરીસર માટે એમ કહી શકાય કે, સંસ્થા પોતાનામાં આજથી 60 થી 70 વર્ષ જૂનું ભારતનું રળિયામણું ગામડું સમાવીને બેઠી છે. પ્રાંગણમાં પગ મુકતાની સાથે જ પક્ષીઓના કલરવ, વૃક્ષોની લીલીછમ છાયડી, અને ચોખ્ખી હોવાથી મન પ્રફુલિત થાય છે. પરિસરમાં 260 થી વધુ જાતિના 38,000 થી વધુ વૃક્ષો છે. જેમાં 100 થી વધુ તો જાણે પોતાનામાં આખો ઇતિહાસ સમાવીને ઉભા હોય તેવા જૂના અને મહાકાય વૃક્ષો છે. સંસ્થાની એક બીજી ખાસિયત છે કે અહીં પ્લાસ્ટિકનો સુંદર રીતે રિયુઝ કરવામાં આવે છે. પાણીની ખાલી બોટલોને કાપી અંદર સુંદર મજાના નાના છોડ વાવી પરિસરમાં આવેલ દરેક મકાનની આસપાસ લગાવવામાં આવ્યા છે. જેનાથી ત્યાંની શોભા તો વધી જ છે, પણ સાથોસાથ પ્લાસ્ટિકના વેસ્ટેજથી થતું નુકસાન પણ અટક્યું છે. વિશેષ વાત એ છે કે આ બોટલોમાં રોપવામાં આવેલા એક પણ છોડ સુકાય નહીં તેનું ધ્યાન પણ સંસ્થાના વિદ્યાર્થીઓ જ રાખે છે. છોડને પાણી પાવાના કામથી લઈ રસોડા અને ખેતર તથા સાફ-સફાઈના કામ પણ વિદ્યાર્થીઓ જાતે જ કરે છે. તેના માટે તેમને વારાફરતી જુદી જુદી નિમણૂક કરવામાં આવે છે જેમાં મહામંત્રી, સફાઈ મંત્રી, સ્વાધ્યાય મંત્રી, પાણી પ્રકાશ મંત્રી, રસોડા મંત્રી, કૃષ્ણપાત્ર મંત્રી, પ્રાર્થના મંત્રી, જેવા પદભાર આપી ભણતર સાથે તેમના જીવન ઘડતરનું પણ ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.

Embed Instagram Post Code Generator

 સ્વચ્છતાના સંસ્કાર આ સંસ્થાની આગવી વિશેષતા છે.સંસ્થાના પ્રાંગણમાં આટલી વિશાળ સંખ્યામાં વૃક્ષો હોવાથી સ્વાભાવિક પણે વૃક્ષોના પાંદડાનો કચરો થાયજ. પણ સંસ્થાએ એના ઉપાય સ્વરૂપે સરસ મજાનો રસ્તો શોધી કાઢ્યો છે. વૃક્ષોના થડ પર બાસ્કેટ બાંધી દેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓજ નહીં પણ આવતા જતા દરેક વ્યક્તિ ઝાડના પાંદડાનો કચરો જોવા મળે તો ઉપાડીને બાસ્કેટમાં નાખી દે છે. આ બાસ્કેટ ભરાય એ પછી તેને એક જગ્યાએ ઠાલવી દેવામાં આવે છે. સંસ્થામાં રહેતા 300 થી વધુ વિદ્યાર્થીઓ માટે રસોડામાં વપરાતા શાકભાજીનો વેસ્ટેજ પણ અહીં જ નાખીને તેમાંથી પ્રાકૃતિક ખાતર તથા ઘન જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ કામમાં પણ વિદ્યાર્થીઓ સહભાગી બને છે. અહીં કચરા માંથી વર્મી કમ્પોસ્ટ ખાતર પણ તૈયાર કરવામાં આવે છે, અને અળસિયા ની ખેતી કરવામાં આવે છે. સંસ્થાના જ ખેતરમાં આ બધું વાપરી વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલો નૈસર્ગિક પાક લેવામાં આવે છે. જેમાં ઘઉં, શાકભાજી, ડુંગળી, બટાકા વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક ખોરાકથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. કૃષિશાળા હોવાથી સંસ્થાના ખેતરોમાં પાક રોપણીથી લઈને નિંદામણ વગેરે જેવા કાર્યો પણ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે.

  ગ્રામભારતી સંસ્થામાં માત્ર ગાંધીનગર કે તેની આસપાસ નહીં પરંતુ સુરેન્દ્રનગર, કચ્છ, ડાંગ, જેવા છેવાડાના 23 જેટલા જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવે છે. અહીં કન્યા માટે મહાવિદ્યાલય નથી.પાટનગરના સાનિધ્યમાં એક સુંદર મજાની સંસ્થા ગ્રામભારતી ભારતના પરંપરાગત ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિને જીવંત રાખી સ્વછતાના સંદેશ દ્વારા એક સુંદર કાર્ય કરી રહી છે. જે આપણા સૌ માટે અને ગાંધીનગર માટે ખૂબ જ ગૌરવની વાત છે.વિદ્યાર્થી આશ્રમ ગ્રામભારતી છાત્રાલયની વિશેષતા છે કે ત્યાં દરેક વિદ્યાર્થી દિનચર્યા પ્રમાણે સ્વયંશિસ્ત જાળવતો જોવા મળે છે. મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ‘શ્રમકાર્ય’ યોગદાન ફરજિયાત છે. જેમાં તેમણે ખેતી,સ્વછત, પશુપાલન, સંશોધનાત્મક ફિલ્ડ વર્ક કરી 250 કલાક વર્ષ દરમિયાન કાર્ય કર્યું હોવું જરૂરી છે.ઉગતી પેઢીને સ્વછતાના સંસ્કાર આપતી આ સંસ્થના પ્રયોગો ખૂબ જ નોંધપાત્ર અને પ્રશંસનીય રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો