- હાઇવે પર ખાડા પૂરવાનું કામ ચાલુ હતું ત્યારે ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો
- અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
વ્યારા, રવિવાર
વ્યારાના ટિચકપૂરા નજીક વ્યારા સોનગઢ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બે મજૂરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. થોડીવાર માટે એક બાજુનો રસ્તો બંધ કરાવ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત મજુરની હજુ સારવાર ચાલી રહી છે.