- ખેડા જિલ્લાના સેવાલિયા બજારમાં ચીલ ઝડપની ઘટનાથી ચકચાર
- સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી
સેવાલિયા, શુક્રવાર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બજારમાં રસ્તા પર પડેલી 10 ₹ - 20 રૂ. ની નોટો લેવા જતા ખેડૂતે એક લાખ રૂપિયા ગુમાવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. ભરબપોરે ચીલ ઝડપની ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.