National

પંજાબના જલંધરમાં ત્રણ માસુમ દીકરીઓની પિતાએ હત્યા કરી મૃતદેહ પેટીમાં સંતાડ્યા : ચકચારી ઘટનાને લઈને ફિટકાર

પંજાબના જલંધરમાં ત્રણ માસુમ દીકરીઓની પિતાએ હત્યા કરી મૃતદેહ પેટીમાં સંતાડ્યા : ચકચારી ઘટનાને લઈને ફિટકાર

- ગરીબીને કારણે હત્યા કરી હોવાનો પિતાનો લૂલો બચાવો

- નવ વર્ષ, સાત વર્ષ અને ત્રણ વર્ષની ત્રણ દીકરીઓને મોતને ઘાટ ઉતારી

જલંધર, મંગળવાર

  પંજાબના જલંધરમાં એક પિતાએ પોતાની જ ત્રણ દીકરીઓને મોતને ઘાટ ઉતારીને તેમના મૃતદેહને પેટીમાં સંતાડી દીધાં હતાં. દીકરીઓ ગુમ થતાં મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં તપાસમાં ત્રણેય દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હત્યારા પિતાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં પિતાએ ગરીબીને કારણે દીકરીઓની હત્યા કરી હોવાની કેફિયત રજૂ કરી છે. હાલમાં પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  પંજાબના જલંધરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સુનીલ મંડળ નામના પોતાની જ ત્રણ દીકરી અમૃતા કુમારી (ઉંમર વર્ષ 9), કંચન કુમારી (ઉંમર વર્ષ 7) અને વાસુ( ઉંમર વર્ષ 3) ની હત્યા કરી હતી. બાદમાં ત્રણેયના મૃતદેહને સુનિલે પેટીમાં મૂકી દીધા હતા. સુનિલ પેટી બહાર કાઢી રહ્યો હતો ત્યારે લોકોએ જોયું તો એમાં ત્રણે દીકરીઓના મૃતદેહ પડ્યા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને હત્યારા પિતાની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં સુનિલે જણાવ્યું હતું કે સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી તે કામ ઉપર ગયો હતો અને પરત આવ્યો ત્યારે દીકરીઓ ન મળતાં આખી રાત તેમને શોધ્યા બાદ અંતે પોલીસ ફરિયાદ કરી હતી. જોકે, પોલીસની સઘન પૂછપરછમાં સુનિલ ભાંગી પડ્યો હતો અને ગરીબીને કારણે દીકરીઓની ઝેર આપીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુનીલ ડ્રગ એડિક્ટ છે અને દારૂના નશામાં રહે છે. સુનિલ મંડળને કુલ પાંચ બાળકો હતા, જેમાંથી ત્રણને તેને મોતને ઘાટ ઉતાર્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પંજાબના જલંધરમાં ત્રણ માસુમ દીકરીઓની પિતાએ હત્યા કરી મૃતદેહ પેટીમાં સંતાડ્યા : ચકચારી ઘટનાને લઈને ફિટકાર