District
સેક્ટર 29 ખાતે બાળકોના જન્મજાત ખોડ ખાંપણ માટેનો મફત નિદાન તથા ઓપરેશન કેમ્પ યોજાયો
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
12, October 2023
- જુદાજુદા ખામી વાળા 26 બાળકો આ કેમ્પમાં ચકાસણી માટે આવ્યા હતા
- 7 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી
ગાંધીનગર, ગુરુવાર
આરોગ્ય શાખા ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી સ્માઇલ ટ્રેન ફાઉન્ડેશન આયુષ્યમાંન ભારત યોજના રાષ્ટ્રીયબાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સંદર્ભે જયદીપ હોસ્પિટલ અમદાવાદ દ્વારા અર્બન હેલ્થ સેક્ટર 29 ખાતે બાળકોના જન્મજાત ખોડ ખાંપણ માટેનો મફત નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા તથા ગાંધીનગર જિલ્લાની આર. બી. એસ. કે ટીમો દ્વારા જુદાજુદા ખામી વાળા 26 બાળકો આ કેમ્પમાં ચકાસણી માટે આવ્યા હતા. જેમાંથી કલેપટ લિપ અને પેલેટ વાળા 9 બાળકો, ક્લબ ફૂટના 1 બાળક, સારણ ગાંઠનું 1 બાળક તથા બે બાળકોને પેશાબની નલિની ખામી, એક બાળકને મળદ્વારા બાબતની ખામી, એક બાળકને કરોડરજ્જુની ખામી મળી આવી હતી. આમ કુલ 17 બાળકોને વિવિધ ખામી અંતર્ગત ઓપરેશનની જરૂર છે. અને 7 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. 17 બાળકોને નિશુક્લ સારવાર તથા ઓપરેશન સ્માઇલ ટ્રેન પ્રોજેક્ટ તથા આયુષ્યમાંન ભારત યોજના અંતર્ગત જયદીપ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ કેમ્પમાં બાળકોના વાલીઓ તથા આરોગ્યની ટીમને પ્રોત્સાહન તથા અભિનંદન આપવા માટે ગા.મ. ન. પા. ના મેયર હિતેશભાઈ મકવાણા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમજ બાળકોના વલિયો સાથે વાર્તાલાપ કરી તેઓને સંબંધિત તમામ વાલીઓને હૈયાધારણા આપી કે તેમના બાળકોના ઓપરેશન સંબંધિત તમામજરૂરી મદદ ગા.મ. ન. પા. દ્વારા પૂરી પાડવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો