District

રાજકોટમાં યુવતીની અર્ધ બળેલો મૃતદેહ મળ્યો

રાજકોટમાં યુવતીની અર્ધ બળેલો મૃતદેહ મળ્યો

- અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો 

- માથું સળગી ગયું હતું અને હાથનો ભાગ પણ દેખાતો હતો

રાજકોટ, ગુરૂવાર

  રાજકોટ જિલ્લાના પડધરી નજીક આવેલા ખામટા પાસેથી ખુલ્લી જગ્યામાં અર્ધ બળેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતદેહની આસપાસ સળગેલા લાકડા મળી આવ્યા હોવાથી અહીં જ મૃતદેહને સળગાવવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. 

  પડધરી નજીક ખામટા ગામની ધાર પર ભરત વિરમગામાની માલિકીની ખુલ્લી જગ્યામાંથી એક અજાણી મહિલાનો અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 17 થી 30 વર્ષના આશરાની  ઉંમરની આ યુવતીની હત્યા કરીને ત્યાં જ તેના મૃતદેહને સળગાવવામાં આવ્યો હોવાનું અથવા યુવતીને જીવતી જ સળગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચીને અર્ધ બળેલા મૃતદેહનો કબજો લઈને તેને પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક રિપોર્ટમાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે. મહિલાની હત્યા કર્યા બાદ તેને સળગાવી નાખવામાં આવી છે કે જીવતી હાલતમાં મહિલાને સળગાવી નાખવામાં આવી છે ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસ દ્વારા અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.  ડેડકદળ જવાના રસ્તે ખામટા ગામની ધાર પર ખુલ્લી જગ્યામાંથી મૃતદેહ મળી આવતાં સરપંચ અને પોલીસ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ખેત મજૂરોની પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ગુમ થયું હોય તેવી માહિતી ન મળતા અંતે પોલીસ દ્વારા જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીઓ અને મહિલાઓની વિગતો એકઠી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જામનગર હાઇવે રોડ પરના સીસીટીવી તેમજ ખામટા ગામના સીસીટીવી પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજકોટમાં યુવતીની અર્ધ બળેલો મૃતદેહ મળ્યો