- સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફીસર ડૉ.મોતીભાઈ દેવું દ્વારા કરવામાં આવ્યું
- માનસિક આઘાતમાંથી વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરી શકાય તેની પણ વાત કરી હતી
અમદાવાદ, મંગળવાર
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (World Federation for Mental Health) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (World Health Organization) સાથે મળીને વર્ષ 1992માં આ દિવસે (10 ઓક્ટોબર) 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' (World Mental Health Day) ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ઉપાસના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા વિશ્વ મેન્ટલ હેલ્થ દિવસ નું ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર