National

મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળ્યો, પ્લેનમાં યાત્રિકો બેઠાં હતા ને 15 ફૂટ દૂર પુશબેક વાહનમાં આગ ભભુકી, ફ્લાઈટ જામનગર જતી હતી

મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળ્યો, પ્લેનમાં યાત્રિકો બેઠાં હતા ને 15 ફૂટ દૂર પુશબેક વાહનમાં આગ ભભુકી, ફ્લાઈટ જામનગર જતી હતી

- મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

- ફ્લાઇટને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક લાગી આગ

- સળગી રહેલા ટ્રેક્ટરની સામે પ્રવાસીઓથી ભરેલી ફ્લાઈટ ઊભી હતી

- સદનસીબે તાબડતોબ આગને બુઝાવી દેવાઈ

- મુંબઈથી જામનગર જતી ફ્લાઈટની સામે બની દુર્ઘટના

મુંબઈ,સોમવાર

   સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647ને ગતિ આપવા માટે લવાયેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જેવું ટ્રેક્ટર ફ્લાઈટને પુશ કરવા ગયું કે તરત તેમાં આગ લાગી હતી. સળગી રહેલું ટ્રેક્ટર બરાબર ફ્લાઈટની સામે જ હતું એટલે જો જરા પણ મોડું થયું હોત તો ફ્લાઈટના પ્રવાસીઓ પર તેની અસર પડત પરંતુ વેળાસર આગ બૂઝાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટના વી 26 આર સ્ટેન્ડ પર બની હતી. મુંબઈથી જામનગર જતી ફ્લાઇટને વાહને પુશબેક આપવું પડ્યું હતું. વાહનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી.

   આગ લાગતા જ એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવી હતી અને તાબડતોબ ટ્રેક્ટરની આગની બૂઝાવી દેવાઈ હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હતી કારણ કે જ્યારે આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 70થી 80 પ્રવાસીઓ બેઠા હતા.

મુંબઈની જામનગર જતી એરઈન્ડીયાની ફ્લાઈટની સામે બની ઘટના
   એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647 અહેવાલ મુજબ મુંબઈ જામનગરને પુશબેક આપતા વાહનમાં અચાનક આગ લાગી હતી. તે સમયે વિમાનમાં ૮૫ લોકો સવાર હતા. અકસ્માત સમયે એરપોર્ટ પર ગભરાટ ફેલાયો હતો. જોકે એરપોર્ટ પ્રશાસને ઝડપથી આગ બુઝાવી દીધી હતી. સદનસીબે ફ્લાઈટને કોઈ નુકશાન ન થયું. વિમાને બપોરે 12.00 વાગ્યે ઉડાન ભરી હતી.એર ઇન્ડિયાની ફ્લાઇટને પાછળ ધકેલવા માટે તેને આ ટ્રેક્ટરમાં લાવવામાં આવી હતી. આ ટ્રેક્ટર વિમાનની એકદમ નજીક ઊભું હતું. ત્યારે જ અચાનક આગ લાગી હતી. આગ કેવી રીતે લાગી તે અંગે ઓથોરિટીએ હજી સુધી કોઈ ફોડ પાડ્યો નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળ્યો, પ્લેનમાં યાત્રિકો બેઠાં હતા ને 15 ફૂટ દૂર પુશબેક વાહનમાં આગ ભભુકી, ફ્લાઈટ જામનગર જતી હતી