International

કેનેડામાં ઘટી મોટી દુર્ઘટના : પ્લેન ક્રેશ થતા બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોનાં મોત

કેનેડામાં ઘટી મોટી દુર્ઘટના : પ્લેન ક્રેશ થતા બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોનાં મોત

- કેનેડામાં વાનકુવર નજીક ચિલીવેકમાં વિમાન ક્રેશ થયું
- આ દુર્ઘટના પાઇપર પીએ-34 સેનેકા નામના નાના ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં થઈ હતી

કેનેડા, શનિવાર 

  કેનેડામાં વાનકુવર નજીક ચિલીવેકમાં વિમાન ક્રેશ થયું. વિમાન દુર્ઘટનામાં બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, વિમાન વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું અને હોટલની ઇમારતની પાછળ ઝાડીઓમાં લેન્ડ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે તાલીમાર્થી પાઇલટ્સ અને તેમાં સવાર અન્ય એક વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આરસીએમપીનું કહેવું છે કે, અકસ્માત બાદ પરિવારને જાણ કરી દેવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બે ભારતીય પાયલોટના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે છે અને તેઓ મુંબઈના રહેવાસી હતા. સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે લોકોને કોઈ જોખમ હોવાના અહેવાલ નથી. આ દુર્ઘટના પાઇપર પીએ-34 સેનેકા નામના નાના ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં થઈ હતી. રિપોર્ટ અનુસાર, પાઇપર PA-34નું ઉત્પાદન 1972માં કરવામાં આવ્યું હતું અને 2019માં રજીસ્ટર થયું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ
  પોલીસે કહ્યું છે કે તેઓ મૃતકના સંબંધીઓને આ અંગેની માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે તે તપાસકર્તાઓને મોકલી રહ્યું છે. ઈમરજન્સી હેલ્થ સર્વિસે જણાવ્યું કે પાંચ એમ્બ્યુલન્સ અને એક પેરામેડિક સુપરવાઈઝર ક્રેશ સ્થળ પર પહોંચ્યા. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર માર્ગ પર હતા, પરંતુ અકસ્માત વિસ્તારમાં પહોંચતા પહેલા જ રદ કરવામાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કેનેડામાં ઘટી મોટી દુર્ઘટના : પ્લેન ક્રેશ થતા બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોનાં મોત