- આધેડ બાઇક પર ખેતરમાં જવા માટે નીકળ્યા હતા
- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
મોડાસા, મંગળવાર
મેઘરજ રોડ ઉપર અને સોસાયટી વિસ્તારમાં તેમજ માલપુર રોડ અને રામપાર્ક વિસ્તારમાં એક વર્ષમાં 7થી 8 લોકોને રખડતી ગાયો અને આખલાઓએ અડફેટે લીધા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે મોડાસામાં મેઘરજ રોડ ઉપર આવેલ બ્લોક ફેક્ટરી પાસે આધેડ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાયોનું ટોળું આવી જતાં આધેડને બાઇકને અચાનક બ્રેક મારતા બાઇક પરથી તેઓ નીચે પટકાયા હતા તેથી ગભીર રીતે ઇજાઓ થતાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.