- ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બે નર્સ સામે ગુનો
- એક નર્સની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મળતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ : ફરાર નર્સની એસીબી દ્વારા શોધખોળ શરૂ
ગાંધીનગર, મંગળવાર
એકતરફ ગાંધીનગર સિવિલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એડમિશન મામલે 83 લાખની છેતરપિંડીનો મામલો ચર્ચામાં આવ્યો હતો ત્યારે હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આપીને બે નર્સે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર લાંચ રૂશ્વત બ્યુરોએ લાંચ માંગનાર આ બંને નર્સ સામે ગુનો દાખલ કર્યો છે. એક નર્સની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે પૂરા થતા કોર્ટે નર્સને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. તો બીજી બાજુ ફરાર થઈ ગયેલી અન્ય મહિલા નર્સની પણ એસીબી દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવી દેવાના બહાને બે બહેનો પાસેથી હોસ્પિટલની ઇન્ચાર્જ નર્સ અને સ્ટાફ નર્સ દ્વારા રૂપિયા 4 લાખની રકમ લાંચ તરીકે માંગ્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એક નર્સની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે પૂરા થતા કોર્ટે નર્સને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સર્જીકલ ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ નર્સ તરીકે કામ કરતાં નયનાબેન જગદિશભાઇ ડોડિયાર અને સ્ટાફ નર્સ તરીકે કામ કરતા જેમિનીબેન દશરથભાઇ પટેલ સામે રૂપિયા 4 લાખની લાંચ માંગવાનો ગુનો ગાંધીનગર એસીબી દ્વારા નોંધવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદ કરનાર યુવતિ અને તેની બહેન બન્નેએ જીએમએનનો સ્ટાફ નર્સનો કોર્સ કરેલો હોય તે બન્નેેએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતાં આ નર્સનો સંપર્ક કર્યો હતો. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, તે બન્નેે નર્સ દ્વારા નોકરી અપાવવાના અવેજ પેટે રૂપિયા 2-2 લાખ મળીને રૂપિયા 4 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. એ સી બી એ તપાસ કરતા તેમાં પુરાવા મળતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદથી આ નર્સ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ત્યારે નર્સ નયનાબેન જગદીશભાઈ ડોડિયાર એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા એસીબી દ્વારા પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે આરોપી નર્સના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે આજે પૂર્ણ થઈ જતા એસીબી દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો બીજી બાજુ ફરાર થઈ ગયેલી અન્ય મહિલા નર્સની પણ એસીબી દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો