District

પેથાપુર ખાતે આગામી તા.15મી ઑકટોમ્બરથી સાર્વજનિક નવરાત્રી મહોત્સવ યોજાશે

પેથાપુર ખાતે આગામી તા.15મી ઑકટોમ્બરથી સાર્વજનિક નવરાત્રી મહોત્સવ યોજાશે

-  અંદાજે  છેલ્લા 100 વર્ષથી યોજાતા આ નવરાત્રી મહોત્સવમાં સાગના લાકડામાંથી તૈયાર કરેલી વર્ષો જૂની માતાજીની માંડવી આકર્ષણનું કેન્દ્ર
- આજે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાંથી ફ્રેશ થવા માટે શેરી ગરબામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ

ગાંધીનગર, શુક્રવાર 

    જગત જનની મા જગદંબાનો નવરાત્રી મહોત્સવ આગામી તા.15મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના પેથાપુર ખાતે પેથાપુર સાર્વજનિક નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.

    પેથાપુરના માંડવી ચોક બજાર ખાતે યોજાનાર આ સાર્વજનિક નવરાત્રી મહોત્સવ અદાજે છેલ્લા 100 વર્ષથી યોજાય છે.વર્ષોથી ગાંધીનગરનું પેથાપુર લાકડાના બારીક નકશીકામ માટે ખુબ જાણીતું છે જેની સાબિતી સ્વરૂપે આજે પણ પેથાપુર શહેર ખાતે રાજા રજવાડાં વખતની પરંપરાગત પ્રાચીન કલાત્મક માંડવડી નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પેથાપુર ખાતે પ્રાચીન પરંપરા અનુસાર નવરાત્રી મહોત્સવ નિમિત્તે માતાજીનો ઘટ સ્થાપન કરી સાગના લાકડામાંથી બનાવેલી આશરે 20 ફુટ ઉંચી માંડવડીનું સ્થાપન કરવામાં આવે છે. આ માંડવડી આશરે 125 વર્ષથી વધુ જુની છે.આજે પણ પરંપરાગત પ્રાચીન માંડવડી સાથેની નવરાત્રી પેથાપુરમાં ટાવર પાસે જાણીતા માંડવી ચોક ખાતે યોજાય છે. આ કલાત્મક સુંદર નકશીકામ કરેલ માંડવડી ગામના સુથાર સમાજના કારીગરોએ અંબાજી માતાજીના મંદિરને જે તે સમયે ભેટ સ્વરૂપે આપી હતી. 

    વર્ષો જૂની રૂઢિગત પરંપરા મુજબ માતાજીનો આ નવરાત્રી મહોત્સવ યોજાય છે. બજારમાં આવેલા માતાજીના મંદિરમાંથી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મૂર્તિનું પરંપરાગત રીતે પૂજન અર્ચન કરીને પધરામણી કરવામાં આવે છે. આ જ રીતે નવે નવ દિવસ માટે દરરોજ રાત્રે દશ વાગે આરતી ઉતારવામાં આવે છે જેમાં સૌ નગરજનો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે આરતીબાદ રાષ્ટ્રગાન પણ કરવામાં આવે છે.નવમા દિવસે મંદિર ખાતે હવનનું પણ આયોજન કરવામાં આવે છે.નવ દિવસ પૂર્ણ થાય અને કોઈ ભકતને બાધા હોય તો એના દ્વારા માંડવી વાળવી હોય તો એટલા દિવસ સુધી નવરાત્રી લંબાવાય છે. છેલ્લા દિવસે રાત્રે માતાજીને સારા ચોઘડિયામાં વળાવવાની પરંપરા છે આ માટે પણ આરતી કર્યા બાદ માતાજીને પુન:નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે,જ્યારે પાર્ટીપ્લોટના ગરબાનું કલ્ચર નહોતું ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં આજુબાજુના ગામડાઓમાંથી અનેક લોકો ગરબે ધૂમવા અને માતાજીના દર્શનાર્થે આવતા હતા. ગામના જ યુવાનો અને નાગરિકોના સહયોગથી આ નવરાત્રી યોજાતી હતી અને આજેય પણ એ જ પરંપરા સાથે એવીજ રીતે નવરાત્રી યોજાય છે એ સમયે જે યુવાનો માતાજીની સેવા નિસ્વાર્થ ભાવે કરતા હતા એના આશીર્વાદને પરિણામે આજે એ સૌ સારી રીતે નોકરી ધંધામા સેટ છે એ સૌ માતાજીના જ આશીર્વાદ છે. એમ માનીને આજે પણ એટલા જ ખંતથી નવે નવ દિવસ સેવા કરે છે. સમય ગયો એમ નવી પેઢીના નવા યુવાનો પણ આમાં જોડાયા છે. અને એ પરંપરા જાળવી રાખીને માતાજીની સેવા કરીને ગામની પરંપરા જાળવી રાખવામાં સહયોગ આપી રહ્યા છે. એ માટે સૌનો આભાર અને આગામી સમયમાં પણ આવી જ સેવા થકી નવરાત્રી કરે એવી જગત જનની જગદંબા એમને શકિત આપે એવી પ્રાર્થના કરવામાં આવે છે. 

    પ્રવર્તમાન વાયબ્રન્ટ યુગમાં પાર્ટીપ્લોટમાં યોજાતા ગરબાઓ એ શેરી ગરબાની જમાવટ ગુમાવી છે ત્યારે આજે પણ અહી ગરબાની એક લાઈનમાં લોકો ગરબે ધૂમે છે. ભૂતકાળમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય ગરબાની રમઝટ સૌ એ જોયેલી છે. પરંતું આજે આ યુગમાં હવે લોકો પાર્ટીપ્લોટમાં જતા થયા છે અને ગામનો પણ વિકાસ થયો અને સોસાયટીઓ પણએટલી બધી વધી ગઈ છે એટલે ગામમાં પણ ઠેર ઠેર નવરાત્રી યોજાય છે એટલે અહી ઓછા લોકો આવે છે એટલે સાઉન્ડમાં ગરબા વગાડીને વર્ષો જૂની ગામની પરંપરા છે. એટલે આ પરંપરાગત નવરાત્રીનું આયોજન કરાય છે. દરરોજ ગરબા પૂર્ણ થયા બાદ લ્હાણીનું પણ વિતરણ કરવામાં આવે છે. આ વારસો હજુ પણ જળવાઈ રહે એવી માતાજી સૌને શકિત આપે એવી પ્રાર્થના કરવામાં આવે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પેથાપુર ખાતે આગામી તા.15મી ઑકટોમ્બરથી સાર્વજનિક નવરાત્રી મહોત્સવ યોજાશે