District

ગાંધીનગર ખાતે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામનો રિજનલ કક્ષાનો વર્કશોપ યોજાયો

ગાંધીનગર ખાતે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામનો રિજનલ કક્ષાનો વર્કશોપ યોજાયો

- NQAS - AEFI ની રિજનલ કમિટીની બેઠક પણ મળી

- વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી

ગાંધીનગર, બુધવાર

  ગાંધીનગર ખાતે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. તેમજ એન.ક્યુ.એ.એસ. - એ.ઈ.એફ.આઇ. ની વિભાગીય કમિટીની બેઠક પણ નાયબ નિયામકની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પાસાઓની સમીક્ષા તેમજ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. 

Embed Instagram Post Code Generator

  ગાંધીનગરમાં ડોક્ટર એસ. કે. મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક અને વર્કશોપમાં ગાંધીનગર ઝોનના તમામ આર.સી.એચ.ઓ. , જિલ્લા ક્વોલિટી ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરો તેમજ રાજ્યકક્ષા દ્વારા લક્ષ્ય અને મુસ્કાન ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત પસંદ કરાયેલ તમામ મેડિકલ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડીયાટ્રીક્સ જનરલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પીડીયાટ્રીક્સ તેમજ ગાયનેકોલોજિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સૌપ્રથમ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકે રાજ્ય કક્ષાએ મળેલ નેશનલ સર્ટિફિકેશન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રોની પ્રશંસા કરી હતી. તેમજ સેકન્ડરી અને ટર્શિયરી આરોગ્ય સંસ્થાઓને આ દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

 નેશનલ કોલેટીશ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત આરોગ્ય સંસ્થામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે મુજબ ચેક લિસ્ટ પ્રમાણે ઇન્ટર્નલ, પિયર અને એક્સટર્નલ એસેસમેન્ટ તાલીમબદ્ધ એસેસર દ્વારા કરવામાં આવે છે, ત્યારબાદ કાયાકલ્પ ઇનસેટિવ સ્કીમ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, ઇન્ફેક્શન કંટ્રોલ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઇકોફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બાબતે કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં માતા મરણ અને બાળ મરણ ઘટાડવા તથા સગર્ભા તેમજ પ્રસુતા મહિલાઓનું સન્માન જળવાઈ રહે તે મુજબની ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાના કાર્યક્રમ 'લક્ષ્ય' અંતર્ગત હાજર તમામને કાર્યક્રમ અંગે સમજણ આપવામાં આવી તેમજ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

  આ ઉપરાંત બાળમરણ ઘટાડવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બાળ સંભાળ સેવાઓ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે મળી રહે તે હેતુથી ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલ મુસ્કાન ઈનીશીએટિવ અંતર્ગત હાજર તમામ પીડીયાટ્રીશીયનોને વિભાગીય નાયબ નિયામક દ્વારા સમજણ આપવામાં આવી હતી. તેમજ પસંદગી થયેલ મેડિકલ કોલેજ, જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અગત્યના ડિપાર્ટમેન્ટોમાં મુસ્કાન સર્ટિફિકેટ મેળવવા જણાવવામાં આવ્યું હતું. આ સિવાય આયુષ્યમાન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ હાલમાં ચાલી રહેલ આયુષ્યમાન ભવ કાર્યક્રમની પણ ડોક્ટર એસ.કે.મકવાણા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં વિભાગીય નાયબ નિયામકે હાજર તમામ તબીબ નિષ્ણાંતો તેમજ પ્રોગ્રામ ઓફિસરોને નિયમિત ફિલ્ડ વિઝીટ, મોનિટરિંગ, સઘન અને સપોર્ટીવ  સુપરવિઝન દ્વારા કામગીરીમાં વેગ લાવવા સૂચના આપવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો