- મોડાસા ફાયર વિભાગે આગને કાબુમાં લીધી
- શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
મોડાસા, ગુરુવાર
આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં મોડાસામાં આવેલી ICICI બેન્કના ATMમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટનાથી આજુબાજુમાં નાસભાગ મચી જવા પામી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.