District

માલપુરની નવાઘરા ડેરી નજીક મોટર સાઈકલની ટક્કરે સારવાર દરમિયાન કિશોરીનું મોત

માલપુરની નવાઘરા ડેરી નજીક મોટર સાઈકલની ટક્કરે સારવાર દરમિયાન કિશોરીનું મોત

- યુવાન દીકરીની સારવાર કરાવી પરત ઘરે આવતા રસ્તામાં નડ્યો અકસ્માત  
- અકસ્માત સર્જી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો

માલપુર, રવિવાર 

  માલપુરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ્યાં દેવદાંતી ગામનો યુવાન દીકરીની સારવાર માટે સાઢુના મોટર સાયકલ પર સવાર થઈને માલપુર ખાતે ગયા હતા. સારવાર કરાવી જ્યારે પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે નવાઘરા ડેરીની સામે ચોકડી ઉપર પહોંચતા એક અજાણ્યો બાઇક ચાલક તેની બાઇક પૂરઝડપે ચલાવતા યુવાનના મોટર સાઇકલ સાથે અથડાઇ જતાં અકસ્માત થયો હતો. અકસ્માત સર્જી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. યુવાનની દીકરીને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું.  

  મળતી વિગત અનુસાર માલપુરના દેવદાંતી ગામમાં રહેતા રમેશભાઇ કાનાભાઇ ખાંટ ગઈ કાલે સાઢુ ભાઇ પ્રતાપભાઇ ભાથીભાઇ માલીવાડ સાથે મોટર સાયકલ પર સવાર થઈને દિકરી બીમાર હોવાથી તેને માલપુર સહજાનંદ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા બાદ પરત ઘરે જતી વખતે મોટર સાયકલ પ્રતાપભાઇ ચલાવતા હતા દીકરી અને ફરિયાદી પાછળ સવાર હતા દરમિયાન નવાઘરા ડેરીની સામે ચોકડી ઉપર આવતાં નવાઘરા ગામ તરફથી એક બાઈક ચાલક તેની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવીને તેમની મોટર સાઈકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં સાઢુ પ્રતાપભાઇ અને રમેશભાઇને સામાન્ય ઇજાઓ થઈ હતી જ્યારે દીકરીને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં 108 મારફતે માલપુર સરકારી દવાખાને લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોડાસા રીફર કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થયું હતું. દીકરીના મોતથી પરિવારમાંઅ દુઃખની લાગણી પ્રસરી છે. આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ દાખલ થઈ છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

માલપુરની નવાઘરા ડેરી નજીક મોટર સાઈકલની ટક્કરે સારવાર દરમિયાન કિશોરીનું મોત