District
ધંધુકા ડીએ ઈંગ્લીશ એકેડમી ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
18, October 2023
- શાળાના બાળકો એ 221 વૃક્ષ વાવ્યા
ધંધુકા, હરિઓમ સોલંકી, બુધવાર
ધંધુકા ડીએ ઇંગલિશ એકેડેમી ખાતે તાલુકા પંચાયત સદસ્ય વિજયસિંહ બારડ દ્વારા 221 વૃક્ષો વાવવા માટેનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ના જન્મદિવસ નિમિત્તે ધંધુકા ડીએ ઇંગ્લીશ એકેડેમી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ ના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જે પૈકી ધંધુકા ડીએ ઇંગલિશ એકેડમી ખાતે ધંધુકા તાલુકા પંચાયત સદસ્ય અને જિલ્લા ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય વિજયસિંહ બારોટ દ્વારા શાળા પ્રાંગણમાં 221 વૃક્ષો વાવી જિલ્લા અધ્યક્ષને વિ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું આ તમામ વૃક્ષો નું ઉછેર શાળાના બાળકો અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવશે