National

છાપાની એક ભૂલે મોતના સોદાગરને માણસ બનાવી દીધો

છાપાની એક ભૂલે મોતના સોદાગરને માણસ બનાવી દીધો

- નોબેલ પુરસ્કારની શરૂઆત કેવી રીતે થઈ ?

- શું મળે છે નોબેલ પુરસ્કાર જીતનારને ?

મુંબઈ, બુધવાર

  વર્ષ 2023 માટે નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત શરૂ થઈ ગઈ છે. મેડિસિન અને ફિઝિક્સના ક્ષેત્રોમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. હંગેરીની કેટલિન કારીકો અને અમેરિકાના ડ્રૂ વાઈઝમેનને મેડિસિનનું નોબેલ મળ્યું. બંને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સાથે કામ કરે છે. તેમને mRNA ટેક્નોલોજીની શોધ માટે નોબેલ પુરસ્કાર મળશે. કોવિડ-19 રસી બનાવવા માટે mRNA ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભૌતિકશાસ્ત્રમાં ત્રણ વૈજ્ઞાનિકોને એવોર્ડ મળ્યા છે. પિયર એગોસ્ટીની, ફેરેન્ક ક્રાઉસ અને એન લેહુલીયર. પણ તમને એ ખબર છે કે નોબેલ પુરસ્કારની શરૂઆત કેવી રીતે થઈ? આવો નોબેલના રસપ્રદ ઇતિહાસમાં ડોકિયું કરીએ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  નોબેલ પુરસ્કાર 06 કેટેગરીમાં આપવામાં આવે છે. રસાયણશાસ્ત્ર, શાંતિ, અર્થશાસ્ત્ર અને સાહિત્યના વિજેતાઓની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. નોબેલ પુરસ્કારને વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે. તેને પ્રમાણિકતા અને માનવતાનો માપદંડ માનવામાં આવે છે. તેની શરૂઆત 1901માં થઈ હતી. આલ્ફ્રેડ નોબેલની ઇચ્છાના આધારે, આલ્ફ્રેડનો જન્મ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થયો હતો. જ્યારે તે 4 વર્ષનો હતો, ત્યારે તેનો પરિવાર રશિયા ગયો. તેના પિતા ગનપાઉડરનું કારખાનું ચલાવતા હતા. રશિયાના રાજા પણ ખરીદદારોમાં હતા. બાદમાં ગનપાઉડરનો વપરાશ ઓછો થયો. આ કારણે આલ્ફ્રેડના પિતાએ ફેક્ટરી બંધ કરવી પડી. તે સ્વીડન પાછો ફર્યા. પરંતુ આલ્ફ્રેડે ગનપાઉડર છોડ્યો નહીં. તેણે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. પછી સસ્તા અને સલામત પ્રકારના વિસ્ફોટક બનાવવાનું શરૂ કર્યું. સંશોધન દરમિયાન લેબમાં અકસ્માત પણ થયો જેમાં તેના ભાઈનું મોત થયું. છતાં આલ્ફ્રેડ અટક્યા નહીં, તેમનું સંશોધન ચાલુ જ રહ્યું. અને નોબેલ છેવટે ડાયનામાઈટ બનાવવામાં સફળ થયા. ડાયનામાઈટ પછી, આલ્ફ્રેડે 1875માં જિલેટીનની શોધ કરી. તેમનો ધંધો વિસ્તર્યો. મોતના સામાનની બધ્ધે જ માંગ હતી. આલ્ફ્રેડે યુરોપમાં સ્વીડન, જર્મની, સ્કોટલેન્ડ, ફ્રાન્સ અને ઇટાલીમાં 90થી વધુ ફેક્ટરીઓ સ્થાપી. તેમની ગણતરી સ્વીડનના સૌથી અમીર લોકોમાં થતી હતી.

  આ બાદ વર્ષ 1988 આવ્યું. આલ્ફ્રેડનો એક ભાઈ લુડવિગ મૃત્યુ પામ્યો. અખબારોમાં ભૂલથી લુડવિગને બદલે આલ્ફ્રેડનું નામ છપાયું. એક ફ્રેન્ચ અખબારે લખ્યું, “મૃત્યુના વેપારીનું મોત થયું. ડૉ. આલ્ફ્રેડ નોબેલ, કે જેઓ વધુમાં વધુ લોકોને મારી નાખવાની નવી અને ઝડપી રીતો શોધીને શ્રીમંત બન્યા હતા, ગઈકાલે રાત્રે તેમનું અવસાન થયું." આ સમાચારે આલ્ફ્રેડને ઝટકો આપ્યો. તેમને એ વાતનું દુઃખ થયું કે તેમના મૃત્યુ પછી તેમને 'મોતના વેપારી' તરીકે યાદ કરવામાં આવશે. આ બાદ આલ્ફ્રેડે વિસ્ફોટકોને બદલે અન્ય વસ્તુઓ પર સંશોધન કરવાનું શરૂ કર્યું. 1896માં તેમનું અવસાન થયું, તે સમય સુધી તેમના નામે 355 પેટન્ટ હતી. આજના સમય અનુસાર, તે વખતે તેમની પાસે અંદાજે 1700 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એક વસિયત હતી. જે તેમણે તેમના મૃત્યુના એક વર્ષ પહેલા જ લખી હતી. શું હતું આલ્ફ્રેડની વસિયતમાં? આલ્ફ્રેડે મોટાભાગની પ્રોપર્ટી ફંડ સ્થાપવા માટે આપી હતી. આ ફંડમાંથી મળેલા વ્યાજમાંથી પાંચ એવોર્ડ શરૂ કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રોમાં. છઠ્ઠી શ્રેણી 1968માં ઉમેરવામાં આવી હતી જે છે અર્થશાસ્ત્ર. વિજેતાઓની પસંદગી કોણ કરશે તે પણ તેમણે વસિયતમાં લખી નાખ્યું હતું. આલ્ફ્રેડના મૃત્યુ પછી તેનું વિલ ખોલવામાં આવ્યું, ભયંકર હંગામો થયો. પરિવાર પહેલેથી જ નારાજ હતો. જે ટ્રસ્ટને જવાબદારી સોંપવામાં આવી હતી, તેણે પણ હાથ ઊંચા કર્યા. જોકે અક પ્રયત્નો પછી, 1901માં નોબેલ પુરસ્કારની શરૂઆત થઈ શકી હતી. જતા જતા એ પણ જણાવી દઈએ  કે નોબેલ પારિતાષિક જીતનારને શું મળે છે? એક પ્રમાણપત્ર, એક ગોલ્ડ મેડલ અને અંદાજે 08 કરોડ રૂપિયા. દર વર્ષે નાણાનો આંકડો જોકે બદલાતો રહે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

છાપાની એક ભૂલે મોતના સોદાગરને માણસ બનાવી દીધો