Gujarat

શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર : 15મી જૂનથી કાયમી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા

શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર : 15મી જૂનથી કાયમી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા

- ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે- ગુજરાતમાં દર વર્ષે 15 જૂનની આજુબાજુ શિક્ષકોની કાયમી ભરતી થશે 
- જ્ઞાન સહાયકની ભરતી પર કુબેર ડિંડોરે કહ્યું કે, જ્ઞાન સહાયક એ હંગામી છે

ગાંધીનગર, સોમવાર 

  રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્ય મુજબ શિક્ષણના હેતુઓ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઊભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. જ્ઞાન સહાયક યોજના, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને હંગામી ધોરણે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે રાજ્યમાં હાલ ટેટ-ટાટ પાસ ઉમેદવારો રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે અને તેના માટે ઠેર-ઠેર આવેદન પત્રો આપી રહ્યા છે. હવે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે- ગુજરાતમાં દર વર્ષે 15 જૂનની આજુબાજુ શિક્ષકોની કાયમી ભરતી થશે. શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

   રાજ્યમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે જેના કારણે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવતી હતી પણ ચાલુ વર્ષે એકપણ શાળામાં પ્રવાસી શિક્ષક મુકવામાં આવ્યા નથી. હવે સરકારે આ યોજના બંધ કરીને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી દીધી છે.પ્રવાસી શિક્ષક કરતા આ યોજના અંતર્ગત પગારમાં વધારો કરવામાં આવ્યો છે પણ આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત થવાની છે.  જેમાં ખાસ કરીને શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ નિમણૂક મેળવેલ ઉમેદવારોને પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા, માધ્યમિક વિભાગમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે? આ પ્રશ્નને લઈને રાજ્યભરમાં આ જ્ઞાનસહાયકનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે- ગુજરાતમાં દર વર્ષે 15 જૂનની આજુબાજુ શિક્ષકોની કાયમી ભરતી થશે. શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે.

   શું જ્ઞાન સહાયકની ભરતી કાયદાના દાવપેચમાં ફસાઈ જશે? 25 હજારથી વધારે ઉમેદવારોએ શિક્ષક બનવા માટે જ્ઞાન સહાયકની ભરતીમાં ફોર્મ ભર્યું છે તે ઉમેદવારોનું શું થશે? આ સવાલનો જવાબ શિક્ષણમંત્રીએ આપતાં કહ્યું છે કે, જ્ઞાન સહાયકની ભરતી કોઈ કાનૂની દાવપેચમાં ફસાવાની નથી. જ્ઞાન સહાયકની ભરતી પર કુબેર ડિંડોરે કહ્યું કે, જ્ઞાન સહાયક એ હંગામી છે. આ સિવાય પણ કાયમી ભરતી થવાની છે અને કાયમી ભરતી થઈ પણ રહી છે પરંતુ કેટલાક લોકો જે શિક્ષકોની ભરતી માટે પણ લાયક નથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. આંકડા સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે 2600 શિક્ષકોની કાયમી ભરતીના 14 સપ્ટેમ્બરે જ ઓર્ડર આપ્યા છે. આ સિવાય માધ્યમિક શાળાઓમાં 1560 આચાર્યોની કાયમી ભરતી પણ સરકારે કરી છે. જ્ઞાન સહાયક માટે 25 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધાં છે અને જ્ઞાન સહાયકની મેરિટ યાદી પણ દરેક જિલ્લામાં મોકલી દેવાઈ છે. આ ભરતીનો વિરોધ એવા લોકો કરી રહ્યા છે જેમણે ટેટ-ટાટ પાસ નથી કર્યું. 

  તેમણે કહ્યું કે જ્ઞાન સહાયકની ભરતી એ હંગામી છે. આ સિવાય પણ કાયમી ભરતી થવાની છે અને કાયમી ભરતી થઈ પણ રહી છે પરંતુ કેટલાક લોકો જે શિક્ષકોની ભરતી માટે પણ લાયક નથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. આંકડા સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે 2600 શિક્ષકોની કાયમી ભરતીના 14 સપ્ટેમ્બરે જ ઓર્ડર આપ્યા છે. આ સિવાય માધ્યમિક શાળાઓમાં 1560 આચાર્યોની કાયમી ભરતી પણ સરકારે કરી છે.શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે, ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ સહિત 53 હજાર સરકારી શાળાઓ છે અને સરકાર 50 હજાર શાળાઓના ઓરડા પૂરા કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. 15 હજાર ઓરડાઓના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. 28 હજાર ઓરડાઓની મરામતનું કામ શરૂ થઈ ગયું છે અને શિક્ષકોની ઘટ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેમ કે, દર વર્ષે તારીખ 31-5 અને 31-10એ શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી દર વર્ષે શિક્ષકોની ઘટ અને  ભરતીનો મુદ્દો ઉપસ્થિત થાય છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર : 15મી જૂનથી કાયમી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા