- કારની અડફેટે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું
- ગાંધીનગર સેક્ટર 21 પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
ગાંધીનગર, રવિવાર
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં ગાંધીનગર ખાતે રહેતા મહિલા ઘરેથી શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. તેઓ ગાંધીનગર આદિવાડા ત્રણ રસ્તાથી પ્રેસ સર્કલ તરફ જવાના રસ્તા ઉપર પૂરતા ઝડપે જઈ રહેલી કારના ચાલકે મહિલાને અડફેટે લેતા તેમનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યું હતું. આ મામલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.