District

ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે કાર્યશાળા યોજાઈ

ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે કાર્યશાળા યોજાઈ

- કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ખુબ ઉત્તમ માર્ગદર્શન મેળવ્યું હતું

- કાર્યક્રમના અંતે પ્રતિભાવમાં લાભાન્વિત વિદ્યાર્થીઓએ આ પ્રકારના વિદ્યોત્તેજક કાર્યક્રમો સતત થતા રહે તે માટે અનુરોધ કર્યો હતો

અમદાવાદ, શુક્રવાર           

  આજના સ્પર્ધાત્મક યુગમાં રૂઢિગત અભ્યાસક્રમ ઉપરાંત બાહ્ય પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું એ પણ કારકિર્દી ઘડતરનું અગત્યનું અંગ બની ગયું છે. ગૂજરાત વિદ્યાપીઠના ભાષાઓ અને સાહિત્ય વિભાગના અંગ્રેજી વિભાગમાં અનુસ્નાતક (એમ એ) કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તથા કોલેજ કક્ષાએ અધ્યાપક થવા માટેની લાયકાત માટે અનિવાર્ય તેવી નેટ-સેટ-જેઆરએફ જેવી પરીક્ષાઓ માટે સજ્જ કરવા માટેની એક સઘન કાર્યશાળાનું તારીખ ૦૪-૦૫ ઓક્ટોબર દરમિયાન આયોજન થયું.

Embed Instagram Post Code Generator

  કાર્યશાળાના ઉદગાટન સત્રમાં વિદ્યાશાખાના ડીન પ્રો. ડૉ. રામગોપાલ સિંહ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. સંજયભાઈ મકવાણા અને વિભાગના અધ્યક્ષ ડૉ. અતુલભાઈ પરમાર દ્વારા સુપેરે સમય રહેતા કરેલી તૈયારીઓ સફળતા માટે અનિવાર્ય બની રહે છે તેવી પ્રેરક વાતો દ્વારા કાર્યશાળાની સફળતા માટે શુભ કામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યશાળાના વિવિધ સેશન્સમાં કેશાભાઇ મારવાડા, રાણા વાઘેલા, મેહુલ દેસાઈ, કલ્યાણભાઇ દેસાઈ, ડૉ જન્મા વસાવડા, તેહઝીબ નોડે વગેરે કે જેઓ એ આ પ્રકારની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરેલી છે તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં અંગ્રેજી, ગુજરાતી અને અન્ય વિદ્યાશાખાના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ખુબ ઉત્તમ માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રતિભાવમાં લાભાન્વિત વિદ્યાર્થીઓએ આ પ્રકારના વિદ્યોત્તેજક કાર્યક્રમો સતત થતા રહે તે માટે અનુરોધ કર્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો