District

હિંમતનગરના મહાદેવપુરા ગામની સીમમાં ટ્રેક્ટરમાં સવાર યુવક રોડ પર પટકાતાં સારવાર દરમિયાન મોત 

હિંમતનગરના મહાદેવપુરા ગામની સીમમાં ટ્રેક્ટરમાં સવાર યુવક રોડ પર પટકાતાં સારવાર દરમિયાન મોત 

- નુરપુરા ગામથી પરત ગઢા ગામ જતી વખતે બન્યો અકસ્માતનો બનાવ 
- યુવકના આકસ્મિક મોતથી પરિવાર દુ:ખમાં ગરકાવ થયો 

હિંમતનગર, શનિવાર 

  હિંમતનગરના ગઢા ગામનો યુવાન મિત્રો સાથે ગામના એક ટ્રેક્ટર ચાલક સાથે ટ્રેક્ટર પર સવાર થઈને સોયાબીનનો ભુક્કો નાંખવા માટે નુરપુરા ગામે ગયો હતો અને ત્યાંથી પરત ફરતા હિમતપુર જતા એપ્રોચ રોડ ઉપર મહાદેવપુરા ગામની સીમમાં પહોંચતા ટ્રેક્ટરના ચાલકે તેનું ટ્રેક્ટર પૂરઝડપે ચલાવતા સવાર યુવક રોડ પર પટકાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને 108 મારફતે ઇડર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. યુવકના આકસ્મિક મોતથી પરિવાર દુ:ખમાં ગરકાવ થયો હતો. ટ્રેલર ચાલક સામે મૃતકના પિતાએ ફરિયાદ દાખલ કરાવી છે. 

  મળતી વિગત અનુસાર હિંમતનગરના ગઢા ગામે રહેતા બાલાજી ચેહરાજી મકવાણાના ગામના જયેન્દ્રસિંહ નવલસિંહ ઝાલા તેમન નાના દીકરા ધવલ, નિકુલકુમાર રજુભાઇ વાઘેલા તથા રમેશભાઇ ગઢા મુકામેથી નુરપુરા ગામે સોયાબીનનો ભુક્કો નાંખવા માટે ગયા હતા. અને પરત ઘરે આવતા હતા ત્યારે મહાદેવપુરાથી હિમતપુર જતા એપ્રોચ રોડ ઉપર મહાદેવપુરા ગામની સીમમાં પહોંચતા જયેન્દ્રસિંહે ટ્રેક્ટર પૂરઝડપે ચલાવતા હોવાથી ચાલુ ટ્રેકટરે ધવલ નીચે પડી જતાં રોડ ઉપર પટકાતાં ધવલને માથાના ભાગે તેમ જ શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.  જે બાદ 108 મારફતે ધવલને  ઇડર સીવીલ હોસ્પીટલ ખાતે જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ધવલનું મોત થયું હતું. બનાવની જાણ ધવલના પરિવારને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જે બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ અંગે બાલાજીએ જયેન્દ્રસિંહ નવલસિંહ ઝાલા વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધાવ્યો છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હિંમતનગરના મહાદેવપુરા ગામની સીમમાં ટ્રેક્ટરમાં સવાર યુવક રોડ પર પટકાતાં સારવાર દરમિયાન મોત