- વડોદરાના પાદરામાં યુવકને આવ્યો હાર્ટ એટેક
- સેન્ડવીચની દુકાનમાં હતો, અને ત્યા જ ઢળી પડ્યો
વડોદરા, રવિવાર
રાજ્યમાં કોરોના બાદ નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતના કિસ્સામાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગૂમાવ્યો છે. વડોદરાના પાદરામાં યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. હાર્ટએટેકની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવક સેન્ડવીચની દુકાનમાં હતો, અને ત્યા જ ઢળી પડ્યો હતો. બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો.