- પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની મુશ્કેલીઓ વધી
- દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમનો ટાઈપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો
- રાજ્યસભા સચિવાલયના વકીલે દલીલ કરી હતી કે રાજ્યસભાના સાંસદ હોવાના કારણે રાઘવ ચઢ્ઢાને ટાઈપ 6 બંગલો ફાળવવાનો અધિકાર
દિલ્હી, શુક્રવાર
પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમનો ટાઈપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યસભા સચિવાલયના વકીલે દલીલ કરી હતી કે રાજ્યસભાના સાંસદ હોવાના કારણે રાઘવ ચઢ્ઢાને ટાઈપ 6 બંગલો ફાળવવાનો અધિકાર છે, જ્યારે તેઓ ટાઈપ 7 બંગલામાં રહે છે. રાજ્યસભા સચિવાલય દ્વારા ભૂલથી ટાઈપ-7 રહેઠાણ ફાળવવામાં આવ્યું હતું. જેઓ પ્રથમ વખત સાંસદ બને છે તેમને ફ્લેટ અથવા ટાઇપ 6 બંગલો ફાળવવામાં આવે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર