Gujarat

ગુજરાતમાં પણ ઘરે ઘરે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરાય : AAP 

ગુજરાતમાં પણ ઘરે ઘરે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરાય : AAP 

- ભાવનગરમાંથી ઝડપાયેલ સરકારી અનાજના જથ્થા મામલે AAPની પત્રકાર પરિષદ
- ગુજરાતમાં સરકારી ચોખાના જથ્થાની ટ્રકો ખાનગી કંપનીમાં ઠલવાય છે

ભાવનગર, શનિવાર 

   સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો એથી ગરીબ પરિવારોને અનાજ પુરૂ પાડવામાં આવે છે, ગરીબોને આપવાનું અનાજ બારોબાર સગેવગે થતું હોવાની અવારનવાર ફરીયાદો ઉઠતી હોય છે. ત્યારે  ભાવનગરમાં  રેશનિંગ ચોખાનું કૌભાંડ ઝડપાયું હતું. ભાવનગરના ચિત્રા GIDC વિસ્તારમાંથી AAPના કાર્યકરોએ રેકી કરી અનાજના જથ્થા સાથેના ટ્રકને ઝડપી પાડ્યો હતો. આ ચોખા રેશનિંગની દુકાનમાં રસ્તા ભાવે ગરીબ લોકોને આપવાના હોય છે તે બારોબાર વેચાઈ રહ્યો હોવાનો આપે આક્ષેપ લગાવ્યો હતો.આ બનાવમાં વિશેષ વર્તુળોમાંથી સરકારી અનાજ સગેવગે કરવાની ચોંકાવનારી વિગતો જાણવા મળે છે જેમ ટ્રાન્સપોર્ટ, કોન્ટ્રાકટર, ગોડાઉન મેનેજર અને સસ્તા અનાજના દુકાનદારની મીલીભગતથી આ મસમોટુ કૌભાંડ આચરવામાં આવતુ હોય છે.

   ભાવનગરમાંથી ઝડપાયેલ સરકારી અનાજના જથ્થા મામલે  આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને રાહતદરના સરકારી અનાજમાં કૌભાંડનો આક્ષેપ લગાવ્યો. વધુમાં જણાવ્યું કે રાજ્યમાં રાશન કાર્ડ પર પુરતુ રાશન લોકોને મળતું નથી. અત્યાર સુધી કૌભાંડ ચાલતુ હોવાની માત્ર શંકા હતી પરંતુ ભાવનગરમાંથી AAP નેતાઓએ કૌભાંડ ઝડપી પાડ્યું છે.મહત્વનું છે કે ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનાજ કૌભાંડ રેકી કરીને ઝડપી પાડવામાં આવ્યું હતું. આ મામલે AAPએ પત્રકાર પરિષદ દરમિયાન  પ્રહાર કરતા જણાવ્યું કે  ગુજરાતમાં સરકારી ચોખાના જથ્થાની ટ્રકો ખાનગી કંપનીમાં ઠલવાય છે.  પંજાબમાં ઘરે ઘરે રાશન પહોંચાડવાનું શરૂ કરાયું છે,  ગુજરાતમાં રાશન માફિયા બરોબર અનાજ વેચી નાખે છે. ગુજરાતમાં પણ ઘરે ઘરે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરાય છે.

   સરકારી અનાજ સગેવગે કરવાની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, જ્યારે ગોડાઉનથી જથ્થો દુકાનદારને મોકલવામાં આવે છે ત્યારે ડીલીવરી ચલણમાં ડ્રાઈવરનુ નામ અને મોબાઈલ નંબર લખેલા હોય છે ગોડાઉન મેનેજરના અંગુઠાનુ નિશાન લીધા પછી વાહન રવાના કરવામાં આવે ત્યારે જેટલા કટ્ટાનુ ડીલીવરી ચલણ કાઢવામાં આવેલ હોય, તેમાંથી જેટલા કટ્ટા કાળાબજાર માટે લીધા હોય તેટાલા કટ્ટા ઓછા ભરીને વાહન રવાના કરવામાં આવતુ હોય છે. સસ્તા અનાજના દુકાનદારો સાથે સાંઠગાંઠ કરીને (કોન્ટ્રાકટરો પોતે અડધો જથ્થો ખરીદીને) ટ્રાન્સપોર્ટ કોનટ્રાકટરો ચોખાનો જેટલો જથ્થો ફાળવાયો હોય તેનાથી અડધો જથ્થો જ દુકાન સુધી પહોંચાડતા હોવાનું મનાય છે.  કાળાબજાર માટે સવારથી સાંજ સુધીના ફેરામાં આ રીતે જેટલા કટ્ટાની કટકી થઈ હોય તેનો નિગમના ગોડાઉનમાં અથવા ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરના પોતાના ખાનગી ગોડાઉનમાં સ્ટોક કરાતો હોય છે. સવારથી સાંજ સુધીમાં જેટલા કટ્ટાની કટકી થઈ હોય તે છેલ્લા ફેરામાં ખાનગી ગોડાઉનમાં મોકલીને મીલમાં વેચાણ કરવામાં આવતુ હોવાનું મનાય છે કટકી કરેલા સરકારી અનાજનો જથ્થો મીલમાં મોકલતા પહેલા સરકારી માર્કાવાળા બારદાન પણ બદલી નાખવામાં આવતા હોય છે. આવા કટકી કરેલા અનાજનો જથ્થો વાહનમાં લુઝ ભરીને લઈ જવાતો હોય ત્યારે ડ્રાયવરો ખેડુત પાસેથી જથ્થો ખરીદેલ છે તેવુ ખોટુ લખાણ પણ સાથે રાખતા હોય છે. આ મસમોટા કૌભાંડમાં ગોડાઉન મેનેજર, જિલ્લા ટ્રાન્સપોર્ટ કોનટ્રાકટર, પેટા કોન્ટ્રાકટ અને સસ્તા અનાજના દુકાનદારો પણ સામેલ હોવાનું જાણવા મળે છે

    આ કૌભાંડીયાઓ એટલા બધા શાતિર અને ચાલાક હોય છે કે, કોઈ વાર એજનસી દ્વારા વાહન પકડાય ત્યારે આખા કૌભાંડને છુપાવવા અને કેસને અલગ દીશા આપવા માટે વાહનના ડ્રાયવર તપાસની એજન્સીને એવી માહિતી આપે છે કે, અમે ઝુંપડપટ્ટી અથવા સ્લમ વિસ્તારમાંથી ફેરી કરીને આ જથ્થો ગરીબ પરીવારો પાસેથી ખરીદેલ છે. સસ્તા અનાજના દુકાનદાર, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર, અને પેટા કોન્ટ્રાકટર પણ આ વાતમાં સુર પુરાવે છે જેથી તપાસ એજન્સીઓ કયારેય કૌભાંડના મુળ સુધી પહોંચી શકતી નથી. જથ્થો પકડાય ત્યારે પુરવઠા વિભાગ વાળા પણ ખાતાની બદનામી થવાની બીકે પોલીસને તપાસમાં સહકાર આપતા ન હોવાનું જાણવા મળે છે. સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં અગાઉ અને તાજેતરમાં આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ગુજરાતમાં પણ ઘરે ઘરે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરાય : AAP