District
હિંમતનગરમાં ABVPનું ઉગ્ર પ્રદર્શન, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, TET-TATની કાયમી ભરતી કરવા માંગ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
6, October 2023
- TET -TATના પરીક્ષાર્થીઓને ન્યાય અપાવવા અને જ્ઞાન સહાયક ભરતી રદ કરવા માંગ
- 11 માસનો કરાર રદ કરવાની માગ સાથે ABVPએ ચક્કાજામ કર્યો
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં શુક્રવારે બહુમાળી ભવન આગળ જિલ્લા ABVPના પ્રમુખ સહીત હોદ્દેદારો અને સભ્યો સુત્રોચ્ચાર કરી પહોંચ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ ABVP ગુજરાત સરકાર દ્વારા હાલમાં તા. 10/07/2023ના ઠરાવ મુજબ જે TET- 1-2 ,TAT- 1 પાસ ઉમેદવારની ભરતી જ્ઞાન સહાયક 11 માસના કરાર આધારિત કરવાં જઇ રહ્યું છે. જેને લઇને ઉમેદવારોને પોતાની કારકિર્દી ઘડવામાં મોટી ખોટ પડી શકે છે. માટે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને સરકારને માગ કરવામાં આવી છે. જેમાં TET 1-2 , TAT 1 મા પાસ ઉમેદવારોને 11 માસના કરાર આધારિત ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે.કરાર આધારિત ભરતી થઇ શકતી હોય તો કાયમી કેમ ન થઇ શકે? આથી વિધાર્થી પરિષદ દ્વારા ત્વરિત આ ઉમેદવારો માટે કાયમી ભરતી માટેની ઘોષણા સરકાર કરે તેવી માગ કરવામાં આવી છે. TET-TAT પાસ ઉમેદવારોએ સરકાર સામે જ્ઞાનસહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે. ઉમેદવારોએ વ્યથા ઠાલવતા જણાવ્યુ કે જો આ પ્રમાણે કરાર આધારિત ભરતી થશે તો તેમનુ કાયમી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે. આ તરફ કોંગ્રેસ પણ TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. રાજ્યના તમામ વિધાર્થીઓ અને ઉમેદવારોના ભાવિની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા ઠરાવ રદ કરી જૂની નિમણૂંક પદ્ધતિ પ્રમાણે TET 1,2 અને TAT 1,2 માં પાસ થયેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને વ્હેલીમાં વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણૂંક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો