District

અહીં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ ગર્ભપાતની ગોળીનું વેચાણ થઇ રહ્યું, છતાં તંત્રના અધિકારીઓ નિંદ્રાધીન છે કે પછી ઉંઘવાનો ડોળ ? 

અહીં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ ગર્ભપાતની ગોળીનું વેચાણ થઇ રહ્યું, છતાં તંત્રના અધિકારીઓ નિંદ્રાધીન છે કે પછી ઉંઘવાનો ડોળ ? 

- ફાર્માસિસ્ટો કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ પૈસા કમાવાની લ્હાયમાં કોઈનું જીવન દાવ પર લગાવી દેતાં ખચકાતા નથી 
- આ કિસ્સામાં 3 માસની જેલ, 2 લાખનો દંડ અને ફાર્મસીનું લાયસન્સ પણ રદ્દ થવાની જોગવાઈ

ગાંધીનગર, સોમવાર 

  માતા બનવું એ બેશક સ્ત્રી માટે દુનિયાનું સૌથી મોટું સુખ છે, પરંતુ આ ખુશી ત્યારે દુ:ખમાં બદલાઈ જાય છે જ્યારે સ્ત્રીની પ્રેગ્નન્સી તેની ઈચ્છા પ્રમાણે નથી થતી. આજના સમયમાં દરેક મહિલા પોતાના પરિવારને પ્લાનિંગ કરીને આગળ લઈ જવા માંગે છે અને અનિચ્છનીય ગર્ભાવસ્થા જ તેને પરેશાન કરે છે. ઘણી વખત સ્ત્રી કેમિસ્ટની દુકાને જઈને ગર્ભપાતની ગોળીઓ લે છે. ત્યારે ગાંધીનગરના ફાર્માસિસ્ટો કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ પૈસા કમાવાની લ્હાયમાં કોઈનું જીવન દાવ પર લગાવી દેતાં ખચકાતા ના હોય તેવું જોવા મળી રહ્યું છે.     

  ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરીના માત્ર 2 કિમીના અંતરે જ કાયદાની ઐસી તૈસી કરીને નિર્ભય બનીને ગાયનેકોલોજીસ્ટના પ્રિસ્ક્રિપ્શન વગર જ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનેન્સી કિટનું વેચાણ થતું જોવા મળ્યું છે. સરકાર દ્વારા ગેરકાયદે ગર્ભપાત કરનાર ડોક્ટરની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સોનોગ્રાફી મશીન સીલ અને દંડ પણ ફટકારવામાં આવતો હોય છે. પરંતુ આ ગર્ભપાતમાં વપરાતી દવાનો બેરોકટોક વેપલો કરતાં ફાર્માસીસ્ટો સામે પગલાં ભરવામાં આવે છે કે નહી તે પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આ પ્રકારની દવાનું વેચાણ કાયદેસર રીતે ગુનો છે.  

  મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એક્ટ પ્રમાણે ગર્ભાવસ્થાથી માતાના જીવને જોખમ હોય તેવા કિસ્સામાં 56 થી 70 દિવસની સમયમર્યાદામાં ગાયનેકોલોજીસ્ટ દ્વારા માતાના જીવનને પ્રાધાન્ય આપીને આ પ્રકારની દવા આપવામાં આવતી હોય છે. પરંતુ ગાંધીનગરના ફાર્માસિસ્ટો કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ પૈસા કમાવાની લ્હાયમાં કોઈનું જીવન દાવ પર લગાવી દેતાં ખચકાતા ના હોય તેવું જોવા મળી રહ્યું છે.  

ગર્ભાવસ્થા પછી, બાળકના વિકાસ અને જન્મને રોકવા માટે ગર્ભપાત કરવામાં આવે છે. આ માત્ર ત્યારે જ શક્ય છે જ્યાં સુધી બાળક ગર્ભમાં ખૂબ વિકસિત ન થાય. બે થી ત્રણ અઠવાડિયાની પ્રેગ્નન્સી દવાની મદદથી સરળતાથી એબોર્સ્ટ કરી શકાય છે. પરંતુ આ માટે પણ નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. સામાન્ય રીતે, બે ગોળીઓનું મિશ્રણ, મિફેપ્રિસ્ટોન પછી મિસોપ્રોસ્ટોલ, ગર્ભપાત માટે લેવામાં આવે છે. આ દવાઓ ખૂબ જ સખત હોય છે, જેની આડઅસર પણ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈની સલાહ વિના તેને લો છો, તો સમસ્યા ગંભીર બની શકે છે.

     ખાનગી ફાર્માસીસ્ટ દ્વારા પ્રિસ્ક્રિપ્શનની નોંધ લિઘા વિના જ બોક્સ વગર જ કિટ આપવામાં આવી હતી. જેની ઉપર બેચ નંબર કે અન્ય માહિતી ના હોવાથી ગણતરીની મીનીટોમાં જ પરત કરી દેવાઈ હતી. ગર્ભપાત કિટની કિંમત અંદાજીત 400ની આસપાસ હોય છે. પરંતુ મજબૂરીનો લાભ ઉઠાવીને ફાર્મસીસ્ટો 1 હજાર સુધી પણ આ કિટનું વેચાણ કરવામાં આવતું હોય છે. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદે MTP કિટનું વેચાણ દિનપ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. ડોક્ટરની સલાહ વગર લેવાતી આ પ્રકારની દવાથી માતાના જીવને પણ નુકસાન થવાની શક્યતા છે.

  ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશીયાએ જણાવ્યું હતું કે , જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા આ બાબતે સમયાંતરે ઈન્સપેક્શન કરવામાં આવતું હોય છે. છતાં પણ અમારા દ્વારા ગેરકાયદે વેચાણકર્તાઓની સામે સખ્તીના પગલાં ભરવામાં આવશે. ગર્ભપાતની દવાના ગેરકાયદે વેપલા બાબતે ફાર્મસી કાઉન્સીલ ઑફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલે જણાવ્યું કે , કોઈ પણ પ્રકારની ગેરકાયદે દવાનું વેચાણ કરતાં ફાર્માસીસ્ટ સામે અમે સખ્તીના પગલાં ભરીએ છીએ. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ફરિયાદ મોકલતાં નથી. જો તેઓ ફરિયાદ મોકલે તો અમે પગલાં ભરીશું. આ કિસ્સામાં 3 માસની જેલ, 2 લાખનો દંડ અને ફાર્મસીનું લાયસન્સ પણ રદ્દ થવાની જોગવાઈ છે. અમારી પાસે ફરિયાદ આવશે તો અમે કડક પગલાં ભરીશું. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અહીં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ ગર્ભપાતની ગોળીનું વેચાણ થઇ રહ્યું, છતાં તંત્રના અધિકારીઓ નિંદ્રાધીન છે કે પછી ઉંઘવાનો ડોળ ?