National

નકલી નોટો સપ્લાય કરનાર આરોપીની દિલ્લીથી ઘડપકડ

નકલી નોટો સપ્લાય કરનાર આરોપીની દિલ્લીથી ઘડપકડ

- આરોપી બિહારના મોતિહારીનો રહેવાસી

- છેલ્લા ચાર વર્ષમાં દિલ્હીમાં 1 કરોડથી વધુની નકલી નોટો સપ્લાય કરી

 

નવી દિલ્લી,રવિવાર

  દિલ્લી પોલીસે નકલી ભારતીય ચલણી નોટોના ચલણમાં સામેલ એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં તેના મુખ્ય સપ્લાયર્સની ધડપકડ કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી બિહારના મોતિહારીના રહેવાસી રાયસુલ આજમ તરીકે થઈ છે.

  નાયબ પોલીસ કમિશનર જસમીત સિંહએ જાણકારી મેળવી જણાવ્યું હતું કે, ઓક્ટોમ્બર 2021ના છેલ્લા અઠવાડિયામાં ભારતમાં FICNના ફેલાવા અંગેની માહિતી મોતીહારી જિલ્લામાં રકસોલ થઈને ભારત નેપાળ સરહદથી પ્રાપ્ત થઈ હતી. ઉપરોક્ત માહિતી વધુ વિકસિત કરવામાં આવી હતી અને પોલીસ ટીમને બે મહિના પછી આ FICN સિન્ડિકેટના મુખ્ય સપ્લાયર વિશે માહિતી મળી હતી. જે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અન્ય ભાગોમાં એફઆઈસીએનના સપ્લાયમાં સક્રિયપણે સામેલ હતું. આરોપી આજમને રિંગ રોડના સરાઈ કાલે ખાન બસ ટર્મિનલ નજીક ઈન્દ્રપ્રસ્થ પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તે નકલી ભારતીય નોટોનો માલ આપવા માટે ગયો હતો. તેમ ડીસીપીએ જણાવ્યું હતું તેની પાસેથી 500 ની નોટોનું 2.98 લાખની કિંમતનું ચલણ જપ્ત કર્યું. તેની સામે કાયદાની યોગ્ય કલમો હેઠળ સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી આઝમે ખુલાસો કર્યો હતો કે તેણે નેપાળના નાગરિક સુરેશ પાસેથી રૂ. 3 લાખની કિંમતની નકલી નોટોનો માલ ખરીદ્યો હતો અને વધુ સપ્લાય માટે દિલ્હી આવ્યો હતો. આરોપીએ કહ્યું કે તેણે નોટબંધી પછીના છેલ્લા લગભગ ચાર વર્ષમાં દિલ્હીમાં રૂ. 1 કરોડથી વધુની નકલી નોટો સપ્લાય કરી છે. પોલીસે આ અંગે તપાસ વધુ હાથ ધરી. (તસ્વીર પ્રતીકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

નકલી નોટો સપ્લાય કરનાર આરોપીની દિલ્લીથી ઘડપકડ