Gujarat

રખડતા ઢોર મામલે રાજ્ય સરકારનો એક્શન પ્લાન : હાઇકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં

રખડતા ઢોર મામલે રાજ્ય સરકારનો એક્શન પ્લાન : હાઇકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં

- ૧૩ મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કરીને હાઇકોર્ટમાં સુપ્રત કર્યો

- વારંવાર પશુઓને રખડતા છોડનાર પશુ માલિકો સામે પાસા હેઠળ કાર્યવાહી થશે

અમદાવાદ, શનિવાર

  રાજ્યભરમાં રખડતા ઢોરના મામલે હાઇકોર્ટ દ્વારા સરકારની‌ કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. બાદમાં સરકાર દ્વારા હવે આ બાબતે ૧૩ મુદ્દાનો એક્શન પ્લાન હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા નગરપાલિકાઓને ચાલુ વર્ષે 10 કરોડ અને આવતા વર્ષે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

  રાજ્યમાં રખડતા ઢોર મામલે હાઇકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા હવે 13 મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી રોજ ચાલુ રહેશે, તમામ પ્રાણીઓના આર.એફ.આઈ. ડી ટેગ લગાવવામાં આવશે, નવા ઢોરવાડા તૈયાર કરવામાં આવશે, ઢોરવાડાની સફાઈ પ્રત્યે પૂરતી તકેદારી રાખવાની સાથે સાથે પશુના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવામાં આવશે, સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકા વિનામૂલ્ય પશુનું નિર્વહન કરશે, નગરપાલિકાઓમાં ચાલુ વર્ષે રખડતા ઢોરના ત્રાસથી રક્ષણ માટે 10 કરોડ અને વર્ષ 2023 24 માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુઓને રખડતા મૂકનારની સામે ભારતીય દંડ સંહિતાની કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે વારંવાર પશુઓને રખડતા મુકનારા પશુ માલિકો સામે પાસા હેઠળ ગુનો નોંધવામાં આવશે. સી.એન.સી.ડી વિભાગને પોલીસ દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવશે. હવે સરકારનો આ એક્શન પ્લાન કેટલો કારગત નિવડે છે તે જોવું રહ્યું ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રખડતા ઢોર મામલે રાજ્ય સરકારનો એક્શન પ્લાન : હાઇકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં