International

મેડિસન બાદ હવે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારનું એલાન કરાયું, ત્રણ ભૌતિકશાસ્ત્રીઓને મળ્યો નોબેલ

મેડિસન બાદ હવે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારનું એલાન કરાયું, ત્રણ ભૌતિકશાસ્ત્રીઓને મળ્યો નોબેલ

- 3 વૈજ્ઞાનિકોને સાથે મળ્યો ફિઝિક્સનો નોબેલ
- પિયરી અગોસ્તિની, ફેરેંક ક્રૂઝ અને એની એલ હુઈલિયર નામના 3 વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો

નવી દિલ્હી, મંગળવાર 

  રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સે હવે બીજા નંબરના નોબેલ પુરસ્કારનું એલાન કર્યું છે. ગઈ કાલે મેડિસન બાદ હવે ફિઝિક્સનો નોબેલ પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂઝ અને એની એલ હુઈલિયરને એનાયત થયો છે. નોબેલ પુરસ્કારની રકમ 10 લાખ ડોલર આ 3 વૈજ્ઞાનિકોમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવશે.રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પિયરી અગોસ્તિની, ફેરેંક ક્રૂઝ અને એની એલ હુઈલિયર એક સેકન્ડના ખૂબ જ નાના અપૂર્ણાંક દરમિયાન અણુઓમાં ઇલેક્ટ્રોન 4નો અભ્યાસ કરવા બદલ આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સના સેક્રેટરી જનરલ હેન્સ એલ્ગ્રેને મંગળવારે સ્ટોકહોમમાં ઇનામની જાહેરાત કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત બાદ હવે રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં યોગદાન માટે આ પુરસ્કારની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. આ પછી ગુરુવારે સાહિત્ય ક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે અને અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર 9 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.નોબેલ પુરસ્કારમાં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર (1 મિલિયન યુએસ ડોલર)નું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ નાણાં પુરસ્કારના સ્થાપક સ્વીડિશ નાગરિક આલ્ફ્રેડ નોબેલની એસ્ટેટમાંથી આપવામાં આવ્યા છે, જેનું 1896માં અવસાન થયું હતું.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મેડિસીનમાં નોબેલ પુરસ્કારનું એલાન થયું હતું. હંગેરી અને અમેરિકાના વૈજ્ઞાનિકને સંયુક્ત રીતે મેડિસિનનો નોબેલ એનાયત થયો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મેડિસન બાદ હવે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારનું એલાન કરાયું, ત્રણ ભૌતિકશાસ્ત્રીઓને મળ્યો નોબેલ