Gujarat

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેતો

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેતો

- ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઇ મોટા સમાચાર

- 2022ની ચૂંટણીને લઈને ગુજરાતમાં મોટું ગઠબંધનની તૈયારીમાં કોંગ્રેસ

- કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેત

- NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ગઠબંધનના આપ્યા સંકેત

 

ગાંધીનગર,રવિવાર

  ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેતો જોવા મળી રહ્યાં છે. ચૂંટણીના વર્ષમાં રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓનો બેઠકોનો દોર વધ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ મહાગઠબંધન માટે કોંગ્રેસની કવાયત તેજ કરી છે.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે NCPના પ્રમુખ સાથે તાજેતરમાં બેઠક કરી હતી

  મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેત જોવા મળી રહ્યાં છે. આ અંગે NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ગઠબંધનના આપ્યા સંકેત આપ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ ખાતે જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચે બેઠક યોજાઈ હતી.બાદમાં એનસીપીના નેતા જયંત બોસ્કીએ નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2022માં કોગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનવાશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, વર્ષ 2012માં પણ કોંગ્રેસ-NCP ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતાં. મહત્વનું છે કે, વર્ષ 2017માં કોંગ્રેસ-NCPનું ગઠબંધન તૂટ્યું હતું. હાલ ગુજરાતમાં NCP પાસે એક માત્ર MLA કાંધલ જાડેજા છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેતો