Gujarat

ઈશ્ક મિજાજી શિક્ષકો સે બચકે રહેના : મહુડી બાદ વધુ એક શિક્ષકના માથે પ્રેમનું ભૂત સવાર થયું 
 

ઈશ્ક મિજાજી શિક્ષકો સે બચકે રહેના : મહુડી બાદ વધુ એક શિક્ષકના માથે પ્રેમનું ભૂત સવાર થયું 
 

- શિક્ષક અને વિદ્યાર્થિનીના પવિત્ર સબંધને લાંછન લગાડતા કિસ્સાનો સિલસિલો જારી
- મહુડીમાં ઈશ્ક મિજાજી શિક્ષકે શિક્ષિકા તાબે ન થતાં રૂપલલનાઓ તરીકે ચીતરી દીધી હતી

ગાંધીનગર,બુધવાર

  તાજેતરમાં ગાંધીનગરના મહુડીમાંથી અંગ્રેજીના એક શિક્ષકે પોતાના તાબે નહી થનારી બે શિક્ષિકાઓને રૂપલલનાઓ તરીકે ચીતરી હતી. તેમના પોસ્ટર બનાવડાવ્યા હતા અને સ્કૂલ કેમ્પસમાં લગાડ્યા હતા. ઈશ્ક મિજાજી આ શિક્ષકની કરતૂત આખરે ખૂલ્લી પડી ગઈ હતી અને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થિનીનો સબંધ પવિત્ર હોય છે પણ આ સંબધને પણ હવે લાંછન લાગી રહ્યું છે અને કહેવાતા ઈશ્ક મિજાજી શિક્ષકો ઉપર પ્રેમનું ભૂત સવાર થાય છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ૨૬ વર્ષીય શિક્ષક ઉપર પ્રેમનું ભૂત એવું તો સવાર થયું કે અડધી રાત્રે ક્લાસની વિદ્યાર્થિનીને મળવા માટે બોલાવી હતી. 

  સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી આ કિસ્સો સામે આવ્યો છે જેમાં ગણિતનો ૨૬ વર્ષિય શિક્ષક મહેશ ગોંડલિયા પોતાના જ ક્લાસમાં અભ્યાસ કરતી ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીને પ્રેમ કરવા લાગ્યો હતો. છેલ્લા દોઢ મહિનાથી વિદ્યાર્થિનીને અડપલા કરી રહ્યો હતો અને તેણે પામવા માટે સપના જાેતો હતો. હદ તો ત્યારે થઈ કે બે દિવસ પહેલાં શિક્ષકે અડધી રાત્રે વિદ્યાર્થિનીને કોલ કર્યો અને કહ્યું કે, તું મને મળવા નહી આવે તો હું મારા હાથની નસ કાપીને આપઘાત કરી લઈશ. આ સાંભળીને વિદ્યાર્થિની ગભરાઈ હતી અને પિતરાઈ બહેન અને બનેવીને લઈ શિક્ષકને મળવા પહોંચી હતી. 

  બાદમાં અડધી રાતે સગીરા ઘરે આવતાં માતા-પિતા પણ ચોંકી ઊઠ્યા હતા અને આટલી મોડી રાતે તું ક્યાં જઈ આવી તેની પૂછપરછ કરતાં સગીરાએ તમામ હકીકત વર્ણવી દીધી હતી. સગીરાએ કહ્યું કે, ગણિતના શિક્ષક મને દોઢ મહિનાથી હેરાન કરી રહ્યા છે, મને અડપલા કરી રહ્યા છે અને આજે મને મળવા માટે બોલાવી હતી અને હું મળવા માટે ના જાઉ તો પોતે હાથની નસ કાપી નાખી આપઘાત કરી લેશ તેવી ધમકી આપી હતી. આ મામલે માતા-પિતા સગીરાને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લંપટ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઈશ્ક મિજાજી શિક્ષકો સે બચકે રહેના : મહુડી બાદ વધુ એક શિક્ષકના માથે પ્રેમનું ભૂત સવાર થયું