Sports

રોહિત પછી હવે આ બનશે મુંબઈનો કેપ્ટન, હરભજને લગાવી મહોર

રોહિત પછી હવે આ બનશે મુંબઈનો કેપ્ટન, હરભજને લગાવી મહોર

- તિલક વર્માએ 12 IPL મેચમાં 368 રન બનાવ્યા 
- હરભજન સિંહે કહ્યું છે તિલક વર્મા ભવિષ્યમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બની શકે છે

નવી દિલ્લી,શુક્રવાર 

    IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (MI vs CSK) માટે ખાસ રહ્યું નથી. આ સમયે બંને ટીમો આ લીગમાંથી બહાર છે. ઈશાન કિશનથી લઈને રવિન્દ્ર જાડેજા સુધી કોઈ તેના નામ પ્રમાણે રમત દેખાડી શક્યું નથી. આ દરમિયાન ભારતના પૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને લઈને મોટું નિવેદન આપ્યું છે. હરભજન સિંહે કહ્યું છે તિલક વર્મા ભવિષ્યમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બની શકે છે. 

    IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (MI vs CSK) માટે ખાસ રહ્યું નથી.  આ ટીમના ખેલાડીઓ ચાહકોની સાથે-સાથે નિષ્ણાતો અને ભૂતપૂર્વ ખેલાડીઓના નિશાના પર આવી ગયા છે. આવું પણ થવાનું હતું કારણ કે આ ટીમ જે રીતે રમી છે તેના વિશે કોઈએ વિચાર્યું ન હતું. હરભજન સિંહે કહ્યું છે કે તિલક વર્મા ભવિષ્યમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બની શકે છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે આ ખેલાડી રોહિત શર્માનું સ્થાન લઈ શકે છે. તિલક વર્માના IPL કરિયરની વાત કરીએ તો આ ખેલાડીએ 12 IPL મેચમાં 368 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. હરભજન સિંહના આ નિવેદનના ઘણા અર્થ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મુંબઈના છેલ્લા કેટલાક સિઝનના પ્રદર્શનને જોઈને ટીમ મેનેજમેન્ટ કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

રોહિત પછી હવે આ બનશે મુંબઈનો કેપ્ટન, હરભજને લગાવી મહોર