Gujarat

અંબાજીમાં ભેળસેળિયા ઘી બાદ હવે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે

અંબાજીમાં ભેળસેળિયા ઘી બાદ હવે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે

- મોહિની કેટરસનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી : પોલીસ તપાસ 
- અમદાવાદના માધુપુરાથી ઘી ખરીદવામાં આવ્યું હતું ત્યાં તપાસનો ધમધમાટ

ગાંધીનગર,બુધવાર

  પ્રસિદ્વ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ થયા બાદ મામલો ગરમાયો છે. ૪૦ લાખથી વધારે ભક્તોની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોહિની કેટરસ દ્વારા મોહનથાળના પ્રસાદમાં અશુદ્વ ઘી વાપરવામાં આવ્યું હતું અને હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવામાં આવી રહ્યા છે. મોહિની કેટરસનો કોન્ટ્રાક્ટર રિન્યૂ કરવામાં આવ્યો નથી ત્યારે ટ્રસ્ટ દ્વારા મોહનથાળના પ્રસાદ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું નથી ત્યારે હવે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે તે સવાલો ઊઠી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  મોહનથાળનો પ્રસાદ બનાવતી મોહિની કેટરસના ઘીના નમૂના ફેલ આવ્યા હતા અને મામલો ગરમાયો હતો. જાે કે, કલેક્ટરે કહ્યું હતું કે, મોહનથાળના પ્રસાદમાં બનાસ ડેરીનું શુદ્વ ઘી વપરાયું હતું. મોહિની કેટરસે પણ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, અમારી કંપનીનો કોઈ વાંક નથી, અમે ઘી અમદાવાદના માધુપુરાથી ખરીદ્યું હતું અને ત્યાંથી જ અશુદ્વ ઘી આપવામાં આવ્યું હતું. જાે કે, આમાં સાચું શું છે અને ખોટું શું છે એ તો તપાસના અંતે બહાર આવશે પણ હાલ પોલીસની ટીમો અમદાવાદના માધુપુરા પહોંચી છે. બીજી તરફ મોહિની કેટરસ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. 

  મોહિની કેટરસનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી અને મંદિર ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું નથી. હવે મોહનથાળનો પ્રસાદ મંદિર દ્વારા બનાવવામાં આવશે અને તે માટે ૬૦ જેટલી મહિલાઓની મદદ લેવામાં આવનાર છે. અંબાજીમાં અશુદ્વ ઘીનો મામલો સામે આવતાં ભક્તોમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. ૪૦ લાખથી વધારે ભક્તોની આસ્થા સાથે ચેડા કરવામાં આવતાં ભક્તોમાં ઉગ્ર આક્રોશ જાેવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઊઠી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો