International

આખરે રશિયાએ કઝાકિસ્તાનમાં એવું, તે શું કર્યું કે ચીન થયું પરેશાન ? સરકારી મુખપત્રમાં નિવેદન છાપવાની આવી નોબત

આખરે રશિયાએ કઝાકિસ્તાનમાં એવું, તે શું કર્યું કે ચીન થયું પરેશાન ? સરકારી મુખપત્રમાં નિવેદન છાપવાની આવી નોબત

- મધ્ય એશિયાની રાજનીતિમાં રશિયા જ મુખ્ય ખેલાડી

- મધ્ય એશિયામાં ચીનનું અઢળક રોકાણ, પણ દિલ મળ્યા નથી

 

બીજિંગ, મંગળવાર

  કઝાકિસ્તાનમાં રશિયાએ પોતાના જ મિત્ર ચીનને ચેકમેટ કર્યું છે અને ચીને બાદમાં આનું ખંડન કરતું નિવેદન પણ જાહેર કર્યું છે. વૉલ સ્ટ્રીટ જર્નલ અને ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં આની જાણકારી આપવામાં આવી છે.

  રશિયાએ ગત સાત દિવસમાં સાબિત કરી દીધું છે કે તે મધ્ય એશિયાની રાજનીતિનું સૌથી મોટું ખેલાડી છે. ભલે રશિયાની જીડીપી અમેરિકા અને ચીનના મુકાબલે ઓછી હોય, પરંતુ તેની સેનાની પકડ મધ્ય એશિયા પર ઘણી મજબૂત છે. રશિયાએ માત્ર 48 કલાકમાં જ પોતાની સેનાને કઝાકિસ્તાનમાં પહોંચાડી દીધી છે.

  ચીન તેના 48 કલાક બાદ કઝાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ કાસિમ જોમાર્ટ તોકાયેવ સાથે વાત કરી શક્યું. રશિયાએ પોતાની સૈન્ય ટુકડીઓમાં એવા સૈનિકો મોકલ્યા છે કે જેઓ સ્થાનિક ભાષા બોલી શકે છે. આ કામ ચીનની સેના કરી શકત નહીં. 1991 સુધી કઝાકિસ્તાન સોવિયત યૂનિયનનો હિસ્સો હતું. માટે રશિયા ત્યાંની સિસ્ટમને ખૂબ સારી રીતે સમજે છે. પરંતુ 1991માં સોવિયત યૂનિયનના તૂટયા બાદ અને 2013માં ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના શરૂ થયા બાદ મધ્ય એશિયાનો ચાલ-ચહેરો અને ચરિત્ર બદલાયા છે. ચીને જ સૌથી વધારે રોકાણ મધ્ય એશિયામાં કર્યું છે. હવે આજે હકીકત એ છે કે ચીનની આર્થિક શક્તિ રશિયાની સેનાના રહેમો-કરમ પર છે.

  રસપ્રદ વાત એ છે કે કઝાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સીનોફાઈલ છે. એટલે કે સોવિયત યૂનિયનના જમાનામાં તેમનું પોસ્ટિંગ બીજિંગમાં થયું હતું અને તેઓ ખૂબ સારી રીતે મંડારિન બોલી શકે છે. વૉલ સ્ટ્રીટ જર્નલમાં હેરિટેજ ફાઉન્ડેશનના દીં ચેંગે લખ્યું છે કે રશિયાની આ હરકતથી ચીન અસમંજસમાં જરૂર પડી ગયું હશે, કારણ કે તેણે વિચાર્યું નહીં હોય કે રશિયા કોઈપણ ચર્ચા વિચારણા વગર આટલું મોટું પગલું ઉઠાવી લેશે. આજે રશિયાના 20 હજાર સૈનિકો કઝાકિસ્તાનમાં છે. ચીન માટે એક અન્ય મુશ્કેલ પણ છે. કઝાકિસ્તાન રશિયા અને ચીનની વચ્ચે છે અને તેનો એક ભાગ શિનજિયાંગ સાથે પણ જોડાયેલો છે.

  શિનજિયાંગમાં ચીને ઉઈગૂર, કિરગિજ અને મધ્ય એશિયાના સમાજ સાથે જોડાયેલા લોકોનું જીવન દુભર કરી દીધું છે. અમેરિકાનું કહેવું છે કે શિનજિયાંગ એક સર્વેલન્સ સ્ટેટ બની ચુક્યું છે. કઝાકિસ્તાને એક લાખ ઉઈગૂર મુસ્લિમોને પોતાને ત્યાં વસાવ્યા છે. આ કારણ છે કે આર્થિક ઘનિષ્ઠતા છતાં મધ્ય એશિયા અને ચીનના મન મળ્યા નથી અને વાતચીત ખિસ્સા સુધી જ મર્યાદીત છે. આ પ્રકારના લેખ બાદ ચીનમાં એટલો વંટોળ ઉઠયો કે ગ્લોબલ ટાઈમ્સે સ્પષ્ટીકરણ પ્રકાશિત કરવું પડયું. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે મધ્ય એશિયામાં ચીન અને રશિયા વચ્ચે કોઈ મતભેદ પેદા કરી શકે નહીં.

  ગ્લોબલ ટાઈમ્સે એમ પણ લખ્યું છે કે અમેરિકા મધ્ય એશિયામાં અસ્થિરતા પેદા કરી રહ્યું છે. ધ્યાનથી જોવો તો કઝાકિસ્તાન રશિયા અને ચીનના ઘણાં બધા મલ્ટી લેટરલ ફોરમ્સમાં છે. જેવું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને ઈઈયૂ. પરંતુ આ લશ્કી ફોરમ નથી. સીએસટીઓ જ સૈન્ય ગઠબંધન છે. આની કમાન્ડ રશિયાના હાથમાં છે. ચીનનું કહેવું છે કે વેસ્ટ મધ્ય એશિયામાં કલર ક્રાંતિ દ્વારા આતંકવાદ ફેલાવાય રહ્યો છે, તેને રશિયા અને ચીન કામિયાબ થવા દેશે નહીં. ગ્લોબલ ટાઈમ્સમાં એ વાત માનવામાં આવી છે કે હુલ્લડો આંતરીક કારણોથી થયા છે, પરંતુ હિંસાને હવા આપવાનો આરોપ સ્થાનિક એનજીઓના માથે ઢોળવામાં આવ્યો છે. પરંતુ રશિયાના ફાયરબ્રાન્ડ વલણથી આ વખતે ચીન પણ હતપ્રભ છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

આખરે રશિયાએ કઝાકિસ્તાનમાં એવું, તે શું કર્યું કે ચીન થયું પરેશાન ? સરકારી મુખપત્રમાં નિવેદન છાપવાની આવી નોબત