- ઈન્ફોસિટી પોલીસ દ્વારા અકસ્માત સર્જી તોડફોડ કરનાર કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો
- ગાંધીનગરમાં લુખ્ખા તત્વો બેફામ
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરમાં કુડાસણ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ અકસ્માત સર્જનાર કારના ચાલકે લોખંડની પાઇપથી કારના કાચ તોડીને બીજી કારના ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.