Business

લીંબુ બાદ હવે  ટામેટા  અને કોથમીરમાં ભાવ વધારો થતા ગૃહિણીઓને મોટો ફટકો

લીંબુ બાદ હવે  ટામેટા  અને કોથમીરમાં ભાવ વધારો થતા ગૃહિણીઓને મોટો ફટકો

- લીંબુ બાદ હવે ટામેટા અને કોથમીરમાં  ભાવ વધારો થયો
- અમદાવાદમાં ટામેટાનો ભાવ કિલોએ 70થી 80 સુધી પહોંચી ગયો

અમદાવાદ, શનિવાર 

   એક તરફ, કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં લોકો મોઘવારીનો માર સહન કરી રહ્યાં છે ત્યારે હવે શાકભાજીના ભાવો પણ આસમાને પહોચ્યાં છે. ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ લીંબુના ભાવ સાતમાં આસમાને પહોંચતા ટેસ્ટફુલ લાગતી વાનગીઓ ફિક્કી પડી છે. ત્યારે હવે લીંબુની હરોળમાં ટામેટા પણ આવી જ રહ્યા છે. જી, હા જેવી રીતે લીંબુના ભાવે લોકોને રડાવ્યા ત્યારે હવે ટામેટાના ભાવ જોઇને પણ આંખો પહોળી થાય તો નવાઇ નહી. કારણ કે છેલ્લા 3 દિવસમાં ટામેટાના ભાવમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

   આજે આમ જનતા કારમી મોંઘવારીમાં પિસાઇ રહી છે કેમકે,પેટ્રોલ ડિઝલથી માંડીને શાકભાજી સુધૃધાંના ભાવ વધ્યાં છે. આ સંજોગો વચ્ચે હવે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યાં છે પરિણામે બે ટંક ખાવાનુંય મોંઘુ બન્યું છે. લીંબુ બાદ હવે ટામેટા અને કોથમીરમાં  ભાવ વધારો થયો છે...અમદાવાદમાં ટામેટા અને કોથમીરના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અમદાવાદમાં ટામેટાનો ભાવ કિલોએ 70થી 80 સુધી પહોંચી ગયો છે. અગાઉ ટામેટા પ્રતિકિલો 30ના ભાવે મળતા હતા. પરંતુ પાકની આવકમાં ઘટાડો નોંધાતા ટામેટા અને કોથમીરના ભાવમાં વધારો થયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.  તો ટામેટાના ભાવ હજી પણ વધી શકે છે તેમ વેપારીએ જણાવ્યું હતું.  ગૃહિણીઓએ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, લીંબુ બાદ ટામેટાના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 

ટામેટાના ભાવ આસમાને 
   રાજકોટમાં લીંબુ બાદ હવે ટામેટાનાં ભાવ આકાશ આંબી રહ્યા છે.  ટામેટાનો ભાવ 20 કિલોએ 500થી 800 રુપિયા સુધી પહોંચ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ટામેટાના ભાવમાં 80 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.  જો કે યાર્ડમાં લીંબુની આવકમાં વધતા ભાવમાં ઘટાડો થયો છે. યાર્ડમાં લીંબુના ભાવ કિલોએ 50થી 180 સુધી પહોંચ્યા છે. જો કે લીંબુ બાદ ટામેટાના ભાવ એકાએક વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મહત્વનું છે કે ટામેટાનો પણ દરેક વાનગી બનાવવામાં ઉપયોગ થાય છે.  

સીંગતેલ-પામતેલના ભાવમાં વધારો
   સિંગતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે.  હાલ 15 કિલોના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચ્યો છે. જ્યારે પામતેલના ભાવ પહેલીવાર 2600ને પાર પહોંચ્યા છે. સરકારી તંત્રની સુસ્તી વચ્ચે સંગ્રહખોર અને નફાખોર બે લગામ બન્યા છે. પામતેલમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 120નો ભાવ વધારો નોંધાયો. ખાદ્યતેલમાં ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાયું છે. હોલસેલ બજારમાં કરતાં છુટક બજાર-લારીવાળામાં શાકભાજી મોંઘા વેચાઇ રહી છે.હોલસેલ વેપારીઓનું કહેવુ છેકે,શાકભાજીના ભાવ પર કોઇનું નિયંત્રણ નથી જેના કારણે છુટક વેપારીઓ તકનો લાભ મેળવીને બેફામ રીતે નફો રળે છે. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

લીંબુ બાદ હવે  ટામેટા  અને કોથમીરમાં ભાવ વધારો થતા ગૃહિણીઓને મોટો ફટકો