Gujarat

"તારીખ પે તારીખ" : દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે  રાજકારણમાં આવવા કે નહી આવવા અંગે ફરીવાર નવી તારીખ આપી

"તારીખ પે તારીખ" : દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે  રાજકારણમાં આવવા કે નહી આવવા અંગે ફરીવાર નવી તારીખ આપી

-    નરેશ પટેલે કહ્યું કે હું આગામી 10 દિવસમાં રાજકારણનો નિર્ણય જાહેર કરી દઈશ
-    તેમણે હાઇકમાન્ડ સાથે મુલાકાત થઈ હોવાની વાતથી ઈનકાર કર્યો હતો, તેમણે કહ્યું કે હું બધી પાર્ટી માટે પોઝિટિવ જ છું, ગુજરાતનો વિકાસ થવો જોઈએ

અમદાવાદ, મંગળવાર 

    રાજકીય નેતા નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે લાંબા વખતથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે તેઓ દિલ્હીથી પરત આવ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં નરેશ પટેલે ફરીવાર તારીખ પે તારીખની જેમ નવી તારીખ આપી છે. નરેશ પટેલે કહ્યું કે હું આગામી 10 દિવસમાં રાજકારણનો નિર્ણય જાહેર કરી દઈશ. અને એવી પણ વાત સામે આવી હતી કે તેમણે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે બેઠક કરી છે.આ અંગે ખુલાસો કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારી કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નહીં, કોંગ્રેસના જ 4 MLA સાથે દિલ્હી એરપોર્ટ પર મુલાકાત થઇ હતી.

    નરેશ પટેલે કહ્યું કે હું દિલ્હી ગયો ત્યારે મારી સાથે પ્રતાપ દૂધાત અને ચાર ધારાસભ્ય હતા, ત્યાંથી હું બનારસ ગયો અને ત્યાંથી મુંબઈ જઈને પાછો આવ્યો છું. જોકે તેમણે હાઇકમાન્ડ સાથે મુલાકાત થઈ હોવાની વાતથી ઈનકાર કર્યો હતો, તેમણે કહ્યું કે હું બધી પાર્ટી માટે પોઝિટિવ જ છું, ગુજરાતનો વિકાસ થવો જોઈએ. ખાસ તો કોંગ્રેસના ધારાસભ્યોની ઇચ્છા છે કે હું કોંગ્રેસમાં જોડાઉં. બાકી મારે કોઇ સાથે વાતચીત થઇ નથી. હા, એ વાત સાચી છે કે અમે મળ્યા એ અંગે ધારાસભ્યો આજે દાહોદમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવાના હતા. પરંતુ મારો કોઈએ સંપર્ક કર્યો નથી. શનિવાર સુધીમાં ખોડલધામ સમિતીનો સર્વે પૂર્ણ થશે. એટલે હું આગામી 17થી 27 મે સુધીમાં રાજકારણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેનો નિર્ણય જાહેર કરીશ.

 

"તારીખ પે તારીખ" : દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે  રાજકારણમાં આવવા કે નહી આવવા અંગે ફરીવાર નવી તારીખ આપી