- જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવ્યા
- માંડવી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત, બુધવાર
કેટલાક તોડબાજો કે બેનંબરીયાઓ રૂપિયા કમાવવા માટે અનેક તરકીબો કે કિમીયાઓ અપનાવતા હોય છે. અધિકારી બનીને કે અધિકારીના વહીવટદાર બનીને રૂપિયા ખંખેરી લેવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નકલી પોલીસ બનીને તોડની ઘટના સામાન્ય બની ગઈ છે. જોકે હવે કેટલાક લોકો જેતે સરકારી તંત્રના અધિકારીઓ બનીને રૂપિયો પડાવી રહ્યા છે. ક્યારેક GPCB ના અધિકારી તો કયારેક કલેક્ટર કચેરીની ઓળખ આપી રૂપિયા ઉઘરાણીની ઘટના સામે આવી છે. હાલ જે ઘટના સામે આવી છે તે એક મહિલાએ પોતાની ઓળખ કોઈ નાના અધિકારીની નહી પરંતુ પોતે ડેપ્યુટી કલેકટર હોવાની ઓળખ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવી લીધા છે. આ કિસ્સો સુરત જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં નકલી અધિકારી બની રૂપિયા પડાવતા તોડબાજને પોલીસે ઝડપી પાડ્યા છે. હવે નકલી પોલીસ નહિ પરંતુ નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી મહિલા રૂપિયા પડાવતી હતી. જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની ખેડૂતોને લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવ્યા હતા. જોકે માંડવી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર