- કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું, ચાર રાજ્યની ચૂંટણી બાદ કોંગ્રેસ તરફી માહોલ થશે
- ચારે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે : આપે કહ્યું, ભાજપના નેતાઓ લાવી બતાવો
ગાંધીનગર,શુક્રવાર
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે અને એ પહેલાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચાર રાજ્યોની ચૂંટણીને લઈ જંગી સભાઓ પણ શરૂ થઈ ચૂકી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને ભાજપ સત્તા કબજે કરવા એડી ચોટીનું જાેર લગાવી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં પણ ભાજપની સરકાર છે તો છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે અને અહીં પણ ભાજપ વાપસી કરવા મથી રહ્યો છે. આ રાજ્યોમાં કોંગ્રેસ પોતાની સ્થિતિ મજબૂત કરવા મથી રહી છે અને આ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો પણ કોંગી નેતાઓ કરી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર