- અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું
- પોલીસ કમિશનરને ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ગૃહ રાજ્યમંત્રી આપશે સૂચના
અમદાવાદ, રવિવાર
અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા સંચાલકો વિરૂદ્ધ હૂંકાર કર્યો છે. અને સ્પાના નામે ચાલતા ગોરખધંધા વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરી છે. હર્ષ સંઘવીએ દાવો કર્યો કે ગત વર્ષે પોલીસે સ્પા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી. અને આ સિલસિલો યથાવત રહેશે. મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે. દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ ડ્રગ્સ પાર્ટી પણ યોજાય છે જેનો પર્દાફાશ અનેક વખત થયો છે. ત્યારે રાજ્યમાં ચાલતા સ્પા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના આપી છે. તેઓએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ અને હાલ પણ જ્યાં અસામાજિક કામ થતા હશે ત્યાં પગલાં ભરાશે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા સંચાલકો વિરૂદ્ધ હૂંકાર કર્યો છે. અને સ્પાના નામે ચાલતા ગોરખધંધા વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરી છે. હર્ષ સંઘવીએ દાવો કર્યો કે ગત વર્ષે પોલીસે સ્પા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી. અને આ સિલસિલો યથાવત રહેશે.હર્ષ સંઘવીએ હૂંકાર કર્યો કે જ્યાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હશે ત્યાં પોલીસ કાર્યવાહી કરશે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર