Gujarat

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ખાલી પડેલા પદ ભરવાને લઈ ગડમથલ
 

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ખાલી પડેલા પદ ભરવાને લઈ ગડમથલ
 

- બે મહામંત્રીના ખાલી પડેલા પદ ભરવા માટે હાઈકમાન્ડની લીલીઝંડીની જાેવાતી રાહ
- નવોદીતોને લોટરી લાગશે કે જૂનાજાેગીઓ ગોઠવાઈ જશે : ભાજપમાં ચર્ચાનો દોર શરૂ 

ગાંધીનગર,શુક્રવાર 

  લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી છે અને જેના ભાગરૂપે આગામી નજીકના દિવસોમાં ખાલી પડેલા પદ પણ ભરાઈ શકે છે. પ્રદેશ પ્રમુખ પાટિલ હાલ લોકસભાના સત્રમાં હાજર છે અને સત્ર પૂરું થયા બાદ ગુજરાત આવેથી ખાલી પદો ભરવાની કવાયત તેજ કરવામાં આવી શકે છે. અગાઉ મહામંત્રી પદેથી પ્રદીપસિંહ વાઘેલાએ અને ભાર્ગવ ભટ્ટે રાજીનામું આપ્યું હતું. પત્રિકા કાંડ સામે આવતાં મામલો ગરમાયો હતો અને જેમાં હાઈકમાન્ડના આદેશ બાદ પ્રદીપસિંહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. ભાજપમાં હાલ બે મહામંત્રી, બે મંત્રી અને એક આઈટી કો.કન્વીનરના પદ ખાલી છે અને નજીકના દિવસોમાં આ પદ ભરાઈ શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં જાેવા મળી રહ્યો છે અને અગાઉ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યા હતા પણ હાઈકમાન્ડે લાલ આંખ કરી હતી અને વિખવાદ બાજુ ઉપર મૂકીને લોકસભાની ચૂંટણી ઉપર ધ્યાન આપવા આદેશ કર્યો હતો. જેના કારણે હાલ પૂરતી અસંતોષની આગ ઠરી ચૂકી છે. બીજી તરફ મહામંત્રીના બે પદ ખાલી છે તો મંત્રીના પણ બે પદ ખાલી છે. અગાઉ મંત્રી પદેથી પંકજ ચૌધરીનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. મહત્વના આ ચાર પદ ઉપર કોની પસંદગી કરવામાં આવે છે એ તો આવનારો સમય કહેશે પણ માનવામાં આવી રહ્યું છે કે, નવોદીત અને નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓને પદની લોટરી લાગી શકે છે. હાલ રજની પટેલને મહામંત્રી પદની મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી સમયમાં બે મહામંત્રીની વરણી બાદ તેમની જવાબદારી ઓછી થઈ શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ખાલી પડેલા પદ ભરવાને લઈ ગડમથલ