District

ખડોળ પ્રાથમિક શાળાના શિક્ષક નો વિદાય સત્કાર સમારોહ યોજાયો

ખડોળ પ્રાથમિક શાળાના શિક્ષક નો વિદાય સત્કાર સમારોહ યોજાયો

-  ઉપસ્થિત ગ્રામજનો અધિકારીઓ અને શિક્ષકો તથા બાળકો એ ભાવપૂર્ણ વિદાય આપી

હરિઓમ સોલંકી ધંધુકા, મંગળવાર 

    ધંધુકા તાલુકાની ખડોળ પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષક જીતેશભાઈ શાહ ની નિવૃત્તિ નિમિતે વિશેષ સત્કાર વિદાય સમારોહ શાળાના પ્રાગન માં યોજાયો હતો. આ તકે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    ખડોળ પ્રાથમિક શાળાના ઉત્સાહી, હસમુખા સ્વભાવના, શાંત,સૌમ્ય, અને બાળકો તેમજ સહ-કર્મચારીઓના પ્રિય એવા શ્રી જીતેશકુમાર નાનાલાલ શાહના નિવૃત્તિ વિદાય સત્કાર સમારંભ શાળા કક્ષાએ પરિપૂર્ણ કરવામાં આવ્યો. જેમાં બાળકો તેમજ શાળા દ્વારા સાહેબશ્રીનું સન્માન કરવામાં આવ્યું, તેમજ તેમનું નિવૃત જીવન તંદુરસ્ત અને સુખમય પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી ઉપસ્થિત ગ્રામજનો અધિકારીઓ અને શિક્ષકો તથા બાળકો એ ભાવપૂર્ણ વિદાય આપી હતી.

ખડોળ પ્રાથમિક શાળાના શિક્ષક નો વિદાય સત્કાર સમારોહ યોજાયો