- કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ખુબ ઉત્તમ માર્ગદર્શન મેળવ્યું હતું
- કાર્યક્રમના અંતે પ્રતિભાવમાં લાભાન્વિત વિદ્યાર્થીઓએ આ પ્રકારના વિદ્યોત્તેજક કાર્યક્રમો સતત થતા રહે તે માટે અનુરોધ કર્યો હતો
અમદાવાદ, શુક્રવાર
આજના સ્પર્ધાત્મક યુગમાં રૂઢિગત અભ્યાસક્રમ ઉપરાંત બાહ્ય પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું એ પણ કારકિર્દી ઘડતરનું અગત્યનું અંગ બની ગયું છે. ગૂજરાત વિદ્યાપીઠના ભાષાઓ અને સાહિત્ય વિભાગના અંગ્રેજી વિભાગમાં અનુસ્નાતક (એમ એ) કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તથા કોલેજ કક્ષાએ અધ્યાપક થવા માટેની લાયકાત માટે અનિવાર્ય તેવી નેટ-સેટ-જેઆરએફ જેવી પરીક્ષાઓ માટે સજ્જ કરવા માટેની એક સઘન કાર્યશાળાનું તારીખ ૦૪-૦૫ ઓક્ટોબર દરમિયાન આયોજન થયું.