District

અમદાવાદમાંથી જપ્ત કરાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પાર્સલ મામલે સૌથી મોટી સફળતા : ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લેનારને રશિયન પેડલર મનાલીથી ઝડપાયો 
 

- સુરતમાં ડ્રગ્સની ડીલેવરી લેવા માટે હોટલમાં રોકાયો હતો  
- અત્યાર સુધીમાં રશિયન પેડલરે ૩૦ કરોડથી વધારે કિંમતના ડ્રગ્સની ડીલેવરી લીધી હોવાનું બહાર આવ્યું

અમદાવાદ, શુક્રવાર

    અમદાવાદ સાયબર ક્રાઇમે 15 દિવસ પહેલા શાહીબાગમાં આવેલી પોસ્ટ ઓફિસમાંથી ૨૦ જેટલા શંકાસ્પદ પાર્સલ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં રૃપિયા ૫૦ લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજો અને કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ ચકચારી કેસમાં પોલીસે મનાલીથી રશિયાના એક નાગરિકની ધરપકડ કરી છે. જેની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે અગાઉ સુરતમાંથી ડ્રગ્સના પાર્સલની ડીલેવરી લીધી હતી અને તે ડ્રગ્સના પાર્સલને ગોવા અને મનાલીમા મોકલી આપતો હતો. વર્ષ ૨૦૨૦માં તે છ મહિનાના વિઝા પર તે ગોવ આવ્યા બાદ વિઝા પૂર્ણ થયા પછી પણ તે રશિયા પરત ગયો નહોતો. અને ડ્રગ્સ પેડલર તરીકે કામ કરતો હતો..

Embed Instagram Post Code Generator

    અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે થોડા દિવસ પહેલા શાહીબાગ પોસ્ટ ઓફિસમાં અમેરિકા, કેનેડા અને યુકેથી આવેલા 20 જેટલા શંકાસ્પદ પાર્સલો જપ્ત કર્યા હતા. જે પાર્સલમાંથી  રૃપિયા 50 લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજો અને કોકેઇનનો જથ્થો હતો. આ જથ્થો રમકડા અને પુસ્તકોમાં છુપાવીને મોકલાયો હતો. આ તમામ પાર્સલ ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ અને બોટાદ જેવા શહેરોમાં મોકલવાના હતા. જે બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને પાર્સલમાં આપવામાં આવેલા વિવિધ સરનામા પર તપાસ શરુ હતી જેમાં એક પાર્સલ સુરતમાં રેલવે સ્ટેશન પાસે આવેલી અમીષા હોટલમાં આવવાનું હતું. જ્યાંની તપાસમાં વિગતો બહાર આવી હતી કે એક વિદેશી નાગરિક અગાઉ પણ પાર્સલની ડીલેવરી લેવા માટે સુરતમાં આવ્યો હતો અને તે આ પાર્સલ લેવા આવી શકે છે. જેનું નામ કોલેસ નિકોવ વાસીલી હોવાનું જાણવા મળ્યું હતું. તે હોટલમાં રોકાયો ત્યારે વિઝા એક્સટેન્સન લેટર પણ આપ્યો હતો. જેના આધારે તપાસનો દૌર લંબાવવામાં આવતા વિગતો બહાર આવી હતી કે તે જયપુરમાં આવેલી એલ.ડી. પ્રાઇમ નામની હોટલમાં રોકાયો હતો. તેણે ત્યાંથી ડ્રગ્સની ડીલેવરી લીધી હતી. આ કેસમાં હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા મુબંઇ અને ત્યારબાદ તેનું દિલ્હીનું લોકેશન મળ્યું હતું. જો કે પોલીસ દિલ્હી પહોંચી તે પહેલા તે હોટલથી નીકળી ગયો હતો અને છેવટે તેને મનાલીમાં એક હોમ સ્ટેમાંથી ઝડપી લીધો હતો.

    આ  બાબતે વધુ વિગત આપતા સાયબર સેલના એસીપી જીતેન્દ્ર યાદવે કહ્યું કે આ કેસ ભારતના સૌથી ડ્રગ્સ રેકેટ પૈકીના એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો ભાગ છે. મનાલીથી ઝડપાયેલો કોલેસ નિકોવ રશિયાના મેસ્કોનો રહેવાસી છે અને વર્ષ ૨૦૨૦માં તે  ભારતમાં  ટુરીસ્ટ વિઝા પર  ગોવા આવ્યો આવ્યો હતો અને તેણે મોટા ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને ડ્રગ્સની હેરફર શરૃ કરી હતી. જેમાં તેની મોડ્સ ઓપરેન્ડી પણ સૌથી ખતરનાક હતી. આ ડ્ગ્સ ઇન્ડોનેશિયા, લંડન અને અમેરિકાના વિવિધ શહેરોમાંથી માત્ર ગુજરાત જ નહી પણ ભારતના અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં પહોંચતો કરાતો હતો. જેમાં ચોક્કસ પાર્સલની ડીલેવરી જ્યાં કરવાની હોય ત્યાં તે શહેરમાં તેને મોકલીને હોટલમાં પાર્સલની ડીલેવરી લઇને આ પાર્સલને જે તે શહેરની સ્થાનિક પોસ્ટ ઓફિસમાંથી ગોવા મોકલાતું હતું. આમ, કોલેસ નિકોવ એક મહિનામાં આઠ જેટલા શહેરોમાં  ડ્રગ્સના પાર્સલને રિસીવ કરવામાં આવતું હતું. જેના બદલાના એક ડીલના ૧૦૦ ડોલર આપવામાં આવતા હતા હાલ કોલેસ નિકોવની ધરપકડ હાલ બનાવટી દસ્તાવેજના કેસમાં કરવામાં આવી છે. જે બાદ એનડીપીએસના કેસમાં પણ તેના વિરૃદ્વ કાર્યવાહી થશે.

    સાયબર સેલના અધિકારીના જણાવ્યા મુજબ હાલ દેશમાં ખુબ મોટા પ્રમાણમાં વિદેશી ડ્રગ્સ પેડલર સક્રિય છે. જે ઇન્ડોનેેશિયા, કેનેડા અને અમેરિકાથી આવતા પ્રિમિયમ ડ્રગ્સની ડીલેવરી લઇને સપ્લાય કરવાનું મોટા પ્રમાણમાં કામ કરે છે. સમગ્ર દેશમાં સૌથી વધારે વિદેશી નાગરિકો ગોવા અને મનાલી તેમજ કસૌલીમાં આવે છે. પ્રિમિયમ ક્વોલીટીનું ડ્ગ્સ તેમની પહેલી પસંદ હોય છે.પરંતુ, ભારતમાં મળતું ડ્ગ્સ સારી ગુણવતાનું ન હોવાને કારણે તે વિદેશી ડ્રગ્સ માફિયા પાસેથી પાર્ટી ડ્રગ્સ ખરીદી કરે છે. પંરતુ, આ ડ્રગ્સની હેરફેર માટે ભારતના પેડલર નહી પરંતુ, રશિયા કે અન્ય દેેશોના ડ્રગ્સ પેડલરનો ઉપયોગ પાર્ટી ડ્રગ્સની હેરફેર માટે કરવા માટે થાય છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો