District

અમદાવાદ શહેર પોલીસનું સોશિયલ મીડિયા ઉપર સતત મોનિટરિંગ

અમદાવાદ શહેર પોલીસનું સોશિયલ મીડિયા ઉપર સતત મોનિટરિંગ

- ભારત પાકિસ્તાન મેચ દરમિયાન ધાર્મિક લાગણી ન દુભાય તેની તકેદારી રાખવા લોકોને અપીલ કરી 

- સ્ટેડિયમથી કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવી તેમજ વાંધાજનક પોસ્ટ ન કરવા અપીલ કરવામાં આવી

અમદાવાદ, શનિવાર

  ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને જેટલો રોમાંચ છે તેટલી જ ચિંતા પણ છે. અમદાવાદ પોલીસ દ્વારા આ મેચને લઈને લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જોકે, સોશિયલ મીડિયા ઉપર કોઈ વાંધાજનક પોસ્ટ વહેતી થાય અને તેને કારણે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને નહીં તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવાની સાથે સાથે સોશિયલ મીડિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

  ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને હાલમાં અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે. જેમાં ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચના સંદર્ભમાં કોઈપણ ઉશ્કેરણીજનક કે કોઈ ધર્મની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની ટિપ્પણી - બેનરોમાં લખાણ, કોઈપણ અફવા કે ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં મોકલવા કે ફોરવર્ડ નહીં કરવાનું જણાવવામાં આવ્યું છ આ ઉપરાંત વાંધાજનક કે કોઈપણ ધર્મની લાગણી દુભાય તે પ્રકારની પોસ્ટ સ્ટેડિયમથી સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં કરવાની પણ અપીલ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરશે અથવા ખોટી અફવા કે ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરશે તો તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદ શહેર પોલીસનું સોશિયલ મીડિયા ઉપર સતત મોનિટરિંગ